Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઇ-ગર્વનન્સની દિશામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વપૂર્ણ પગલું, વાર્ષિક 35 મેટ્રિક ટન પેપરની બચત

Webdunia
સોમવાર, 5 જુલાઈ 2021 (13:51 IST)
પેપર લેસ ગર્વનન્સ ઇ-ગર્વનન્સની દિશામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. રાજ્ય સરકારના તમામ સાધારણ અને અસાધારણ ગેઝેટ હવે ડિજિટલ ઇ-ગેઝેટ સ્વરૂપે વેબસાઇટ પર ઓનલાઇન ઉપલબ્ધ થશે. આના પરિણામે અંદાજે સરેરાશ વાર્ષિક 35 મેટ્રિક ટન પેપરની બચત થશે. કોઇપણ વ્યક્તિ, સંસ્થા વેબસાઇટના માધ્યમથી ગેઝેટને વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકશે. ઇ-ગેઝેટની આવી ડાઉનલોડેડ કોપીની અધિકૃતતા માટે QR કોડની પ્રથા અમલમાં મૂકવામાં આવી છે. ગેઝેટની વેબસાઇટ ઉપર તાત્કાલિક ઉપલબ્ધતાથી વહીવટમાં અસરકારકતા વધશે.
 
- રાજ્ય સરકારના તમામ સાધારણ અને અસાધારણ ગેઝેટ હવે ડિઝીટલ- ઇ ગેઝેટ સ્વરૂપે વેબસાઇટ પર ઓનલાઇન ઉપલબ્ધ થશે. 
 
- મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ આ માટેની વેબસાઇટ egazette.gujarat.gov.in નું ગાંધીનગરમાં લોન્ચિંગ કર્યુ છે  વર્ષોથી ચાલી આવેલી ગેઝેટના મુદ્રણ-પ્રિન્ટીંગની પરંપરાગત પ્રક્રિયાનો હવે અંત આવશે. 
 
- આના પરિણામે અંદાજે સરેરાશ વાર્ષિક ૩પ મેટ્રિક ટન પેપરની બચત  થશે
 
- કોઇપણ વ્યક્તિ, સંસ્થા વેબસાઇટના માધ્યમથી ગેઝેટને વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકશે. 
 
- ઇ-ગેઝેટની આવી ડાઉન લોડેડ કોપીની અધિકૃતતા માટે QR કોડની પ્રથા અમલમાં મૂકવામાં આવી છે. 
 
- ગેઝેટની વેબસાઇટ ઉપર તાત્કાલિક ઉપલબ્ધતાથી વહીવટમાં અસરકારકતા વધશે 
 
- ગેઝેટના મેન્યુઅલ રેકર્ડ નિભાવવામાંથી હવે મુક્તિ મળશે. 
 
હાલ રાજ્યમાં 30 વર્ષના  જૂના ગેઝેટ ઉપલબ્ધ છે તે ત્વરાએ   વેબસાઈટ ઉપર  એક માસમાં  ઉપલબ્ધ કરાવવા મુખ્યમંત્રીશ્રી એ વિભાગ ને સૂચન કર્યુ હતુ.  તદનુસાર જૂના ગેઝેટને પણ ક્રમશ: વેબસાઇટ ઉપર ઉપલબ્ધ કરાવવામાં આવશે જેથી તે પણ વેબસાઇટ પર સરળતાએ મળી રહેશે.
 
નાગરિકો, અરજદારો,સરકારી કચેરીઓને અગાઉ પ્રસિદ્ધ થઇ ગયેલા જૂના ગેઝેટની નકલો મેળવવામાં પડતી સમસ્યાનું નિવારણ થશે .  રાજ્ય સરકારના તમામ વિભાગોના ગેઝેટ માટે ફકત એક જ –સેન્ટ્રલાઇઝડ વેબસાઇટ તરીકે તમામ માહિતી પૂરી પાડી શકાશે 
 
આ વેબ સાઈટ લોન્ચિંગ અવસરે મંત્રી જયેશ ભાઈ રાદડીયા, કુટીર ઉદ્યોગ સચિવ સંદીપ કુમાર, જી આઇ એલ ના મેનેજિંગ ડિરેક્ટર ગુસિઆ, સરકારી પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી નિયામક  રાઠોડ  તેમજ વિભાગના નાયબ સચિવ વગેરે ઉપસ્થિત રહ્યા હતા

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તુર્કીમાં આતંકવાદી હુમલાને લઈને મોટું અપડેટ, અત્યાર સુધીમાં 5ના મોત; 22 લોકો ઘાયલ

હરણી બોટકાંડ પછી શૈક્ષણિક પ્રવાસોને લઈને કડક નિયમો લાગૂ, સરકારની મંજૂરી વગર બહાર જવા પર પ્રતિબંધ

રાજસ્થાનના સિરોહી જિલ્લામાં માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત

વાવાઝોડા 'દાના'નો કહેર: આગામી 24 કલાક ખતરનાક, રેડ એલર્ટ જારી, તોફાની પવન સાથે ભારે વરસાદ

આઈસ્ક્રીમ મોંઘી થશે, હવે તમારે 18 ટકા જીએસટી ચૂકવવો પડશે

આગળનો લેખ
Show comments