Webdunia - Bharat's app for daily news and videos

Install App

હાશકારો!!! 11 હજારથી નીચે ગયો કોરોના સંક્રમિતોનો આંકડો, રિકવરી રેટ 80 ટકાથી વધુ નોંધાયો

Webdunia
મંગળવાર, 11 મે 2021 (19:46 IST)
Gujarat corona update, ગુજરાતમાં કોરોના હવે દિવસેને દિવસે વધારે બેકાબુ બનતા જઇ રહેલા કોરોના પર ગુજરાત ધીમે ધીમ કાબૂ મેળવી રહ્યું છે. તંત્ર સતત પ્રયત્નો અને પાબંધીના લીધે કોરોના પર નકલ કસવામાં આવી છે. રાજ્યમાં આજે 10,990 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. જ્યારે 15,198 લોકો સાજા થયા છે. અત્યાર સુધી કુલ 5,63,133 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર પણ 80.04 ટકાએ પહોંચ્યો છે. 
રાજ્યમાં આજે કોરોનાના નવા 10,990 દર્દીઓ નોંધાયા છે. રાજ્યમાંથી 15,198 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ પણ 80.04 ટકા પર પહોંચી ગયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 5,63,133 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
 
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 1,31,832 એક્ટિવ દર્દી છે, જે પૈકી 798 લોકો વેન્ટિલેટર પર છે અને 1,31,034 લોકો સ્ટેબલ છે. 5,63,133 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 8629 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 118 લોકોનાં મોત નિપજ્યાં છે.
 
આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 17, સુરત કોર્પોરેશનમાં 8, રાજકોટ કોર્પોરેશનમાં 6, વડોદરા કોર્પોરેશનમાં 6, જામનગર કોર્પોરેશનમાં 7, ભાવનગર કોર્પોરેશનમાં 2 અને જૂનાગઢ કોર્પોરેશનમાં 4, વડોદરા 4, મહેસાણા 6, સુરત 5, મહિસાગર 2, જુનાગઢ 6, આણંદ 1, રાજકોટ 5, અમરેલી 1, બનાસકાંઠા 2, જામનગર 4, પંચમહાલ 2, કચ્છ 5, ગીર સોમનાથ 2, અરવલ્લી 3, ગાંધીનગર 3, સાબરકાંઠા 3, પાટણ 2, ભરૂચ 2, ભાવનગર 1, નવસારી 1, વલસાડ 1, દેવભૂમિ દ્વારકા 2, નર્મદા 1, સુરેંદ્રનગર 1, અમદાવાદ 1, તાપી 1, અને છોટા ઉદેપુર 1 એમ આ સાથે રાજ્યમાં કુલ 118 દર્દીઓના મોત થયા છે.

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments