Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોરોનાઃ ગુજરાતમાં સોમવારે 615 નવા કેસ, 3ના મોત

કોરોનાઃ ગુજરાતમાં સોમવારે 615 નવા કેસ, 3ના મોત
, મંગળવાર, 12 જાન્યુઆરી 2021 (11:36 IST)
ગુજરાતમાં નવા કોરોના કેસોની સાથે એક્ટિવ કેસો સતત ઘટી રહ્યા છે અને હાલ તેની સંખ્યા 7700ની નીચે જતી રહી છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચ્યો હતો. જો કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા ઘટી રહ્યા હતા અને એક સમયે કેસ 1000ની નીચે જતા રહ્યા હતા. 
 
જો કે દિવાળી સમયે અચાનક કેસોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો હતો. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો છે. ગુજરાતમાં આજે 11મી જાન્યુઆરીના રોજ 615 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. 
 
આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 2,52,559 પહોંચીગઇ છે. ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં કોરોનાના નવા પોઝિટિવ કેસોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે તેની સાથે સાથે એક્ટિવ કેસોની સંખ્યા પણ ઘટી છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 95.23 ટકા થઇ ચુક્યો છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. 
 
રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 4,84,998 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 4,84,883 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 115 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 7,695 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 60 છે. જ્યારે 7,635 લોકો સ્ટેબલ છે. 2,40,517 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 4347 લોકોનાં મોત નિપજ્યા છે. 
 
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણથી વધુ 3 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આજે અમદાવાદમાં 2 અને સુરતમાં 1 કોરોના સંક્રમિત દર્દીનું મૃત્યું થયુ છે. આજના નવા મરણ સાથે અત્યાર સુધીમાં કોરોનાના લીધે રાજ્યમાં કુલ 4347 લોકોના મોત થયા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બેડમિંટન સ્ટાર સાઇના નેહવાલ થાઇલેન્ડના કોરોના પોઝિટિવમાં ચેમ્પિયનશીપ રમી રહી હતી