Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધીમે ધીમે કોરોનાની બાનમાંથી છૂટી રહ્યું છે ગુજરાત, આજે 5 હજારથી પણ ઓછા કેસ

Webdunia
ગુરુવાર, 20 મે 2021 (20:32 IST)
ગુજરાતમાં કોરોના હવે દિવસેને દિવસે વધારે બેકાબુ બનતા જઇ રહેલા કોરોના પર ગુજરાત ધીમે ધીમ કાબૂ મેળવી રહ્યું છે. તંત્ર સતત પ્રયત્નો અને પાબંધીના લીધે કોરોના પર નકલ કસવામાં આવી છે. રાજ્યમાં આજે 4773 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. જ્યારે 8,308 લોકો સાજા થયા છે. અત્યાર સુધી કુલ 6,77,798 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર પણ 87.32 ટકાએ પહોંચ્યો છે. 
 
રાજ્યમાં આજે કોરોનાના નવા 4773 દર્દીઓ નોંધાયા છે. રાજ્યમાંથી 8,308 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ પણ 87.32 ટકા પર પહોંચી ગયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 6,77,798 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
 
 
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 89018 એક્ટિવ દર્દી છે, જે પૈકી 716 લોકો વેન્ટિલેટર પર છે અને 88302 લોકો સ્ટેબલ છે.  6,77,798 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 9404 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 64 લોકોનાં મોત નિપજ્યાં છે.
 
 
ગુજરાતમાં તાઉતે વાવાઝોડાની સ્થિતિને કારણે  10 શહેરોમાં 18 થી 44 ની વય જૂથના લોકો માટે કોરોના રસીકરણની કામગીરી બે દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી
. કોરોના રસીકરણની આ કામગીરી આજે ગુરુવાર 20 મીમે થી ફરી શરૂ કરી દેવામાં આવી છે. 
આજે આ રસીકરણ ફરી શરુ થતાં પ્રથમ દિવસે જ 18 થી 44 ની વય જૂથના 50 હજાર જેટલા લોકોને આ રસીનો પ્રથમ ડોઝ  10 શહેરોમાં આપી દેવામાં આવ્યો છે. 
રાજ્યના આરોગ્ય વિભાગે સુચારુ આયોજન સાથે રસીકરણ ની આ કામગીરી  ફરી શરૂ કરી છે
 
આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશન 8, સુરત કોર્પોરેશન 5, રાજકોટ કોર્પોરેશન 3, વડોદરા કોર્પોરેશન 3, જામનગર કોર્પોરેશન 3, ભાવનગર કોર્પોરેશન 1 અને જૂનાગઢ કોર્પોરેશન 2, સુરત 3, વડોદરા 3, આણંદ 1, ભરૂચ 1, કચ્છ 1, જુનાગઢ 2, સાબરકાંઠા 1, મહેસાણા 3, દાહોદ 1, મહીસાગર 1, પોરબંદર 1, રાજકોટ 3, દેવભૂમિ દ્વારકા 1, બનાસકાંઠા 4, જામનગર 2, અમરેલી 2, પાટણ 1, ગાંધીનગર 1, વલસાડ 1, ભાવનગર 1, ગીર સોમનાથ 1, સુરેંદ્રનગર 1, છોટા ઉદેપુર 1, અમદાવાદ 1, અને બોટાદમાં 1 એમ  આ સાથે રાજ્યમાં કુલ 64 દર્દીઓના મોત થયા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

વધુ જુઓ..

નવીનતમ

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

આગળનો લેખ
Show comments