Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતે કહ્યું ભાગ કોરોના ભાગ: સતત એક સપ્તાહથી કોરોનાના કેસ ઘટ્યા, રિકવરી રેટ વધ્યો

ગુજરાતે કહ્યું ભાગ કોરોના ભાગ: સતત એક સપ્તાહથી કોરોનાના કેસ ઘટ્યા, રિકવરી રેટ વધ્યો
, સોમવાર, 10 મે 2021 (20:13 IST)
ગુજરાતમાં કોરોના હવે દિવસેને દિવસે વધારે બેકાબુ બનતા જઇ રહેલા કોરોના પર ગુજરાત ધીમે ધીમ કાબૂ મેળવી રહ્યું છે. તંત્ર સતત પ્રયત્નો અને પાબંધીના લીધે કોરોના પર નકલ કસવામાં આવી છે. રાજ્યમાં આજે 11,593 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. જ્યારે 14,931 લોકો સાજા થયા છે. અત્યાર સુધી કુલ 5,47,935 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર પણ 79.11 ટકાએ પહોંચ્યો છે. 
 
અત્યાર સુધીમાં 1,03,94,150 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 33,55,185 વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે. આ પ્રકારે કુલ 1,37,49,335 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 18 થી 44 વર્ષ સુધીના 29,817 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે. 
 
તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45-60 વર્ષનાં કુલ  35,180 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 1,32,466 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી. 
 
રાજ્યમાં આજે કોરોનાના નવા 11,593 દર્દીઓ નોંધાયા છે. રાજ્યમાંથી 14,931 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ પણ 79.11 ટકા પર પહોંચી ગયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 5,47,935 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
 
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 1,36,158 એક્ટિવ દર્દી છે, જે પૈકી 792 લોકો વેન્ટિલેટર પર છે અને 1,35,366 લોકો સ્ટેબલ છે. 5,47,935 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 8511 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 117 લોકોનાં મોત નિપજ્યાં છે.
 
આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 19, સુરત કોર્પોરેશનમાં 8, રાજકોટ કોર્પોરેશનમાં 5, વડોદરા કોર્પોરેશનમાં 7, જામનગર કોર્પોરેશનમાં 8, ભાવનગર કોર્પોરેશનમાં 4 અને જૂનાગઢ કોર્પોરેશનમાં 3, ગાંધીનગર કોર્પોરેશન 1, મહેસાણા 4, સુરત 3, વડોદરા 5, જુનાગઢ 5, બનાસકાંઠા 2, પંચમહાલ 1, રાજકોટ 6, દાહોદ 1, કચ્છ 4, જામનગર 6, ગીર સોમનાથ 2, અમરેલી 2, મહીસાગર 1, ખેડા 2, સાબરકાંઠા 3, પાટણ 2, ભરૂચ 2, સુરેંદ્રનગર 2, નર્મદા 1, દેવભૂમિ દ્વારકા 2, છોટા ઉદેપુર 2, અમદાવાદ 1, બોટાદ 1, પોરબંદર 1, અને તાપી 1 એમ આ સાથે રાજ્યમાં કુલ 123 દર્દીઓના મોત થયા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

1 Gb ડેટાવાળા સસ્તા Recharge કીમત 148થી શરૂ કૉલિંગ મફત