Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ ATM કાર્ડ કોઇને ન આપતાં નહીં તો ઉપડી જશે પૈસા, બે આરોપીની ધરપકડ

Webdunia
શનિવાર, 3 ઑગસ્ટ 2019 (10:23 IST)
ATM કાર્ડ કોઇને ન આપતાં નહીં તો ઉપડી જશે પૈસા, બે આરોપીની ધરપકડ  એટીએમ ધારકો સાવધાન, તમારે માટે લાલ બતી સમાન કિસ્સો સામે આવ્યો છે. તમારુ એટીએમ ગમે ત્યારે સ્ક્રેન થઇ શકે છે અને લાખો રૂપિયા એટીએમના માધ્યમથી ઉપડી શકે છે. ભોળા માણસો અને અભણ માણસના એટીએમની સ્ક્રેન કરી હજારો રૂપિયાની ઉઠાતરી કરતી ટોળકી હાલ પોલીસ ઝડપી છે. અસલાલી પોલીસ સ્ટેશન અને હરિયાણા પોલીસના, સયુક્ત ઓપેરશનની મદદથી ટોળકીના બે સભ્ય હાલ પોલીસ લોકપમાં પહોચી ગયા છે.
 
અસલાલી પોલીસે સોશિયલ મીડિયાના ગૃપની મદદથી ગુન્હાનો ઉકેલ કર્યો છે. અન્ય રાજ્યના પોલીસ સોશિયલ મીડિયા ગૃપમાં આરોપીના સીસીટીવીના આધારે ફોટા તૈયાર કરી, ગૃપમાં ફોરવર્ડ કર્યા હતા. જે અનુસધાને હરિયાણા પોલીસે આ ગુન્હેગારોની ઓળખ કરી અસલાલી પોલીસને આરોપી અંગે માહિતી આપી હતી.
 
 ગુજરાત સાથે વાત કરતા અમદાવાદ ગ્રામ્ય ડિવાયએસપી કે ટી કામરીયાએ જણાવ્યુ હતું કે આ ટોળકી ભોળા માણસને એટીએમમાં મદદ કરી ચાલાકીથી એટીએમ સ્ક્રેન કરી લેતા હતા. તેના માધ્યમથી અન્ય એટીએમમાથી પૈસા ઉપાડી લેતા હતા.
 
બન્ને આરોપીએ ચાંગોદર, પોરબંદર અને માધુપુરામાં પણ આ પ્રકારના ગુન્હા કરી લાખો રૂપિયા એટીએમની ઉપાડી લીધા છે. આરોપી માત્ર ત્રણ અને સાત ધોરણ પાસ છે. તેમ છતા ચાલાકીથી સામાન્ય માણસોને ભોળ પણનો લાભ લઇ લાખો રૂપિયા એટીએમથી ઉપાડતા હતા. 26 જૂલાઇએ ચાંગોદરમાં આ પ્રકારનો ગુન્હો બન્યો હતો જે અંગે અસલાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ હતી.
 
પોલીસે સીસીટીવી ફુટેજની મદદથી આ તમામ આરોપીના ફોટા તૈયાર કર્યા હતા અને ફોટા અન્ય રાજયના પોલીસ સોશિયલ ગૃપમાં ફોરવર્ડ કરાયા હતા. જેમાં હરિયાણા પોલીસે આ આરોપીની ઓળખ કરી હતી. જેથી હરિયાણાથી આ બે આરોપીની ધરપકડ કરી વધુ રિમાન્ડ માટે અહી લાવામાં આવ્યા છે. આમ ગુજરાત પોલીસે ચાંગોદર, પોરબંદર અને માધપુરાનો ગુન્હાનો ઉકેલ કર્યો છે. આરોપી પાસે હજુ પણ અન્ય ગુન્હા અંગે પૂછપરછ કરાશે. હાલ આરોપી પાસેથી 27 હજાર રુપિયા રોકડ જપ્ત કર્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ -મારે શું કરવું

ગુજરાતી જોક્સ - ડ્રાઈવર મરી ગયો

ગુજરાતી જોક્સ - ભાઈ, કેમ છો?

પ્રિયંકા ચોપરાના ભાઈ સિદ્ધાર્થના લગ્ન નીલમ સાથે નક્કી, જાણો કોણ છે તેની ભાવિ ભાભી

સિંદૂર કેમ લગાવો છો? જ્યારે રાષ્ટ્રપતિએ રેખાને આ સવાલ પૂછ્યો તો સુંદર અભિનેત્રીએ આ જવાબ આપ્યો

વધુ જુઓ..

નવીનતમ

બુદ્ધિમાન રાજા

Happy Rose Day Wishes - રોઝ ડે પર ગુલાબ સાથે લખશો આ સુંદર મેસેજ તો ઈમ્પ્રેસ થશે તમારો સાથી

કપડાંમાંથી તેલના ડાઘ કેવી રીતે સાફ કરવા?

Kashmiri Style Chana Dal Recipe - કાશ્મીરી સ્ટાઈલ ચણા દાળ રેસીપી

શું મોટી ઉંમરે માતા બનવાથી બાળકો નબળા જન્મે છે?

આગળનો લેખ
Show comments