Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગાંધીનગરમાં માત્ર એક મહિનાની મહેનતમાં 22 ટકા મત મળ્યાં, હવે વિધાનસભાની તૈયારી શરૂ કરો, આપણે મજબૂત વિકલ્પ બનીશું તો જ મત મળશે

Webdunia
મંગળવાર, 12 ઑક્ટોબર 2021 (11:08 IST)
ગુજરાતમાં સુરત અને ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં ‘આપ’ને મળેલા વોટ અંગે દિલ્હીમાં ગુજરાતની ટીમે કેજરીવાલ સમક્ષ રીપોર્ટ રજુ કર્યો હતો. ‘આપ’ના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે સુરત અને ગાંધીનગર મહાનગર પાલિકાના પરિણામને લઈને એવો દાવો કર્યો હતો કે ગુજરાતના લોકો ભાજપ અને કોંગ્રેસથી પરેશાન છે અને પરિવર્તન ઈચ્છી રહ્યાં છે. જ્યારે આમ આદમી પાર્ટી અસરકારક વિકલ્પના રૂપમાં લોકોને જણાશે ત્યારે જ લોકો મત આપશે.સુરતથી ચૂંટાયેલા કાઉન્સિલર્સ તેમજ ગાંધીનગરથી ચૂંટાયેલા કાઉન્સિલરો દિલ્લી વિધાનસભા ખાતે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રૂબરૂ મળ્યાં હતાં કેજરીવાલે તમામ કાઉન્સિલર્સ સાથે વિસ્તારથી ચર્ચા કરીને સૌને માર્ગદર્શન આપેલ હતું.કેજરીવાલે દિલ્હી વિધાનસભા ખાતે આપના ચૂંટાયેલા કોર્પોરેટરો અને અગ્રણી નેતાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે, જેવી રીતે અમે દિલ્હીમાં સારુ કામ કર્યું તેવી વાત ગુજરાત સુધી પહોંચી તેવી જ રીતે સુરતમાં સારુ કામ કરશો તો સમગ્ર રાજ્ય સુધી તે વાત પહોંચશે. ગાંધીનગરમાં એક મહિનાની મહેનતમાં જ આપણને 22 ટકા મત મળ્યાં તે બદલ અભિનંદન પાઠવતાં કેજરીવાલે કહ્યું હતું કે,  કેરળમાં ભાજપ 40 વર્ષથી મહેનત કરે છે. પરંતું 22 ટકા મત મળ્યા નથી. જો આપ મજબૂત વિકલ્પ તરીકે લોકો સમક્ષ ઉભરશે તો લોકો પણ આવકારવા માટે તૈયાર છે. પરંતુ જો લોકોને એમ લાગશે કે આપણે જીતવાના જ નથી તો લોકો મત આપવા માટે પણ તૈયાર નહીં થાય. આપની ટીમને તેમણે 2022ની વિધાનસભા ચૂંટણી માટે તૈયાર રહેવા અને વધુ મહેનત કરવા જણાવ્યું હતું. જો વધુ મહેનત કરશો તો સારુ પરિણામ મળશે. આમ આદમી પાર્ટી પાસે પૈસા નથી એટલે વિધાનસભાની ચૂંટણી વખતે થોડા રૂપિયા કે પદ માટે વેચાઈ નહીં જવા માટે પણ પાર્ટીના કાર્યકરોને સ્પષ્ટ પણે કહ્યું હતું. આપની ચૂંટાયેલી  મહિલા પ્રતિનિધિઓ પોતે જ કામગીરી કરી રહી છે. તેમના પતિ પણ તેમને મદદ કરી રહ્યાં હોવાનું પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું. ગાંધીનગર મનપામાં ભાજપ કોંગ્રેસની લડાઈમાં આમ આદમી પાર્ટીએ કોર્પોરેશનની ચુંટણીમાં ઝંપલાવીને બન્ને મોટા પક્ષોને નુકશાન પહોંચાડયું છે. જો કે ભાજપ 41 સીટો સાથે સ્પષ્ટ બહુમતી હાંસલ કરી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સૂપડા સાફ કરી દેવામાં આવ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના કારણે કોંગ્રેસને સૌથી વધુ નુકશાન થવા પામ્યું છે.આમ આદમી પાર્ટીએ ગાંધીનગર મનપામાં પ્રથમવાર ચૂંટણી લડી હતી, પરંતુ તેને ધારી સફળતા મળી નથી. અહીં આપને ફક્ત નામ માત્રની એક જ બેઠક મળી છે. આમ આદમી પાર્ટીના ડાયરાઓમાં ભીડ તો ખૂબ એકઠી થઈ, પણ એ મતમાં કન્વર્ટ ના થઈ શકી. જોકે આમ આદમી પાર્ટીએ પ્રથમ ચૂંટણીમાં મેળવેલા મતને નજરઅંદાજ પણ કરી શકાય એમ નથી. આપ તેની પ્રથમ ચૂંટણીમાં અહીં 21.72 ટકા મત મેળવવામા સફળ રહી છે. મનપાના વોર્ડ નંબર 6,8,9 અને 10 તો એવા વોર્ડ છે કે અહીં આપને કૉંગ્રેસ કરતાં વધુ મત મળ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

અજમેર દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો કરનાર વિષ્ણુ ગુપ્તાને મળી હતી સર કલામ કરવાની ધમકી, ઓડિયો જાહેર

Bank Holidays December 2024: ડિસેમ્બરમાં 17 દિવસ બેંકો રહેશે બંધ, ક્યારે મળશે રજાઓ, જુઓ લિસ્ટ

Viral Video - 24 વર્ષની દીકરીએ તેના 50 વર્ષના પિતા સાથે લગ્ન કર્યા, લોકો ચોંકી ગયા, પરંતુ તે બેશરમ જવાબ આપતી રહી!

Shahzaib Khan: કોણ છે શાહઝેબ ખાન? જેણે એશિયા કપમાં ભારતીય બોલરોને હંફાવીને સદી ફટકારી

Maharashtra CM - મહારાષ્ટ્રમાં સીએમ પદને લઈને ચાલી રહેલા મંથન વચ્ચે એકનાથ શિંદે જતા રહ્યા તેમનાં ગામ, બીજેપી બેચેન

આગળનો લેખ
Show comments