Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વિદેશી વિદ્યાર્થીઓ ધરાવતી GTUમાં આ વર્ષે પણ 1240 વિદેશી વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા

વિદેશી વિદ્યાર્થીઓ ધરાવતી GTUમાં આ વર્ષે પણ 1240 વિદેશી વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા
, મંગળવાર, 12 ઑક્ટોબર 2021 (11:03 IST)
સૌથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ ધરાવતી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી આ વર્ષે પણ મોટી સંખ્યામાં વિદેશી વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે. ગત વર્ષે GTUના વિવિધ એન્જિનિયરિંગ અભ્યાસક્રમોમાં 200 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા જેમાં 66 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો, જયારે આ વર્ષે 1240 વિદેશી વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે. આ વર્ષે વિશ્વના 58 દેશોમાંથી 1240 વિદેશી વિદ્યાર્થીઓએ વિવિધ કોર્સમાં એડમીશન માટે ફોર્મ ભર્યા છે. આ અંગે એક નિવેદનમાં GTUના રજીસ્ટ્રાર એન.કે. ખેરે જણાવ્યું હતું કે એક તરફ ગુજરાતમાંથી વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા જઈ રહ્યાં છે, જયારે બીજી બાજુ GTUમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે.ભારત સરકારની ઈન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન  દ્વારા દેશની વિવિધ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. ગુજરાતમાંથી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એકમાત્ર ટેક્નિકલ યુનિવર્સિટી છે જેમાં વિશેષ પ્રમાણમાં વિદેશી વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. અલ્બાનિયા,ચાડ,ડિજીબોટી, ઈરાક સાઉથ આફ્રિકા , સીરીયા લેઓન , ટોગો જેવા 8 નવા સહિતના કુલ 44 દેશના 808 વિદ્યાર્થીઓએ ચાલુ શૈક્ષણીક વર્ષમાં જીટીયુ સંલગ્ન કૉલેજોમાં પ્રવેશ મેળવ્યો છે. આ સાથે જ ટેક્નિકલ એજ્યુકેશન ક્ષેત્રે છેલ્લા 9 વર્ષથી સૌથી વધારે વિદેશી વિદ્યાર્થીઓએ ધરાવતી યુનિવર્સિટી તરીકે જીટીયુ નામ પ્રથમ હરોળમાં આવે છેગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એ ગુજરાતની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી છે. જેમાં ન માત્ર ગુજરાત પરંતુ ભારતભરના વિદ્યાર્થીઓ ટેક્નિકલ શિક્ષણ મેળવીને દેશની પ્રગતિમાં સિંહફાળો આપી રહ્યા છે જો કે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીએ કોરોનાકાળ દરમ્યાન વધુ એક સિદ્ધિ મેળવી છે જે પ્રશંસાને પાત્ર છે. કોરોનાકાળમાં વિવિધ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે ત્યારે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં કોરોનાકાળ દરમ્યાન વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પુંછમાં મોટુ આતંકી હુમલો 5 જવાન શહીદ બારૂદી સુરંગ ફેલાવી સેનાની પેટ્રોલ પાર્ટીને બનાવ્યો નિશાનો