Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફિક્કી ફ્લો બેંગ્લોર ચેપ્ટર માટે કરાયું ગરબા નાઇટનું આયોજન

Webdunia
બુધવાર, 9 ઑક્ટોબર 2019 (10:48 IST)
ફિક્કી ફ્લો બેંગ્લોર ચેપ્ટરના 90 મહિલાઓના ઉત્સાહી ગ્રુપ માટે નવરાત્રી હંમેશા માટે યાદગાર બની રહી હતી. વડોદરા શહેરની તેમની ત્રણ દિવસની મુલાકાતમાં તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટિ, ચાંપાનેરની મુલાકાત લીધી હતી તેમજ ગાયકવાડ પેલેસ ખાતે હાઇ-ટી લીધી હતી. જોકે, આ બધામાં તેઓ યુનાઇટેડ ગરબા ગ્રાઉન્ડમાં ગરબા રમવા સૌથી વધુ આતુર હતાં. તેમના માટે આ મનોરંજન, મ્યુઝિક અને ડાન્સથી ભરપૂર ગરબા નાઇટ રહેવાની હતી પરંતુ, ઇન્દ્રદેવે કંઇક અલગ જ વિચાર્યું હતું. ભારે વરસાદને કારણે વડોદરાના તમામ મેદાન ભીંજાઇ જતાં કાર્યક્રમ ઉપર પાણી ફરી વળ્યું હતું.
જોકે, આ દરમિયાન ફ્લોના બે સભ્યો – રૂપા પટેલ (ફ્લો અમદાવાદાના ભુતપૂર્વ ચેર) અને તરૂણા પટેલ (ફ્લો ચેમ્પટર અમદાવાદના સિનિયર વાઇસ ચેર) હરકતમાં આવ્યાં અને સફળ ગરબા આયોજનનો પડકાર ઝીલ્યો. જાણીતા ગાયક પ્રાપ્તિ મહેતા અને તેમની ટીમે સકારાત્મક પ્રતિસાદ આપવા સાથે તમામ કામગીરીની શરૂઆત થઇ. તેમણે મ્યુઝિશિયન્સ, સિંગર્સ, પર્ફોર્મર્સને ભેગા કર્યાં તથા તરૂણા પટેલની ટીમે માત્ર એક જ કલાકમાં લગભગ 200 લોકો માટે જરૂરી તમામ વ્યવસ્થા ઉભી કરી. આ રાત્રી મહિલા શક્તિ, એકતા અને પારિવારિક ભાવનાનું ઉત્તમ ઉદાહરણ સાબિત થઇ, જેમાં બેંગ્લોર ચેપ્ટરના તમામ સભ્યો માટે નવરાત્રી રમવા તથા આનંદ અને ઉત્સાહસભર મનોરંજન માટેની તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી.
કાળજીપૂર્વકનું આયોજન, અમલીકરણ અને લોજીસ્ટિક્સ ખરા અર્થમાં અસરકારક પ્લાન બી સાબિત થયો. મધુભાન રિસોર્ટ એન્ડ સ્પામાં ગુલમોહર હોલ ખાતે યોજાયેલી ગરબા નાઇટ અને તરૂણા પટેલની મહેમાનગતિને ઉપસ્થિત તમામ લોકોને વખાણી તથા ગુજરાતની સાંસ્કૃતિક સમૃદ્ધતા અને પરંપરાનો અનુભવ પણ કર્યો. બેંગ્લોરની મહિલાઓ માટે આ કાર્યક્રમ હંમેશ માટે યાદગાર બની રહ્યો હતો.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments