Webdunia - Bharat's app for daily news and videos

Install App

દરિયામાં વરસાદી સિસ્ટમ સર્જાવાને કારણે ગુજરાતમાં વરસાદ વધુ થાય છે, સુકાભઠ્ઠ રહેતા કચ્છમાં ચાલુ વર્ષે 117 ટકા વરસાદ વરસ્યો

વિશેષ રિપોર્ટ

Webdunia
બુધવાર, 27 જુલાઈ 2022 (10:44 IST)
ગુજરાતમા ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બમણો વરસાદ વરસ્યો છે. આ વરસાદની પાછલ દરિયામાં ઉત્તપન્ન થયેલી વરસાદી સિસ્ટમ જવાબદાર છે.અરબ સાગરમાં સર્જાયેલી સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી ગુજરાતમાં દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં આ વખતે વરસાદનું પ્રમાણ વધુ છે. તે ઉપરાંત કચ્છ વિસ્તાર જે સુકોભઠ્ઠ હોય છે. ત્યાં આ વર્ષે સવા સો ટકા વરસાદ વરસ્યો છે.

ઝોન પ્રમાણે વરસાદની સ્થિતિ જોઈએ તો કચ્છમાં 21 ઈંચ સાથે 117 ટકા, ઉત્તર ગુજરાતમાં 15 ઈંચ સાથે 55.77 ટકા, મધ્ય ગુજરાતમાં 19 ઈંચ સાથે 60 ટકા, સૌરાષ્ટ્રમાં 17 ઈંચ સાથે 61.32 ટકા જ્યારે દક્ષિણ ગુજરાતમાં 47 ઈંચ સાથે 81.92 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યની વાત કરીએ તો સરેરાશ 23 ઈંચ સાથે 69.22 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. અત્યારે ગુજરાતમાં અમદાવાદ, નવસારી, રાજકોટ જેવાં સંખ્યાબંધ સ્થળોએ જળબંબાકાર જેવી સ્થિતિ થઈ જાય એવો વરસાદ આવી ગયો. એની પાછળ પણ લા નિના નામની ઘટનાની અસર છે.


La Nina:

લા નીના એટલે ENSO ન્યુટ્રલ કન્ડિશન નું વધુ મજબૂત રૂપ. લા નીના માં પશ્ચિમી ટ્રેડ વિન્ડ નોર્મલ કન્ડિશન થી વધુ મજબૂત થાય છે જેથી ઓસ્ટ્રેલિયા બાજુ ગરમ પાણી વધુ એકઠું થાય છે. સામાન્ય રીતે વરસાદ ગરમ પાણી બાજુ હોય છે અને તેથી ઓસ્ટ્રેલિયા બાજુ નોર્મલ થી વધુ વરસાદ પડે છે અને દક્ષિણ અમેરિકા બાજુ ઓછો વરસાદ પડે છે.

આ વખતે કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. કચ્છમાં 21 ઈંચ સાથે 117 ટકા જ્યારે દક્ષિણ ગુજરાતમાં 47 ઈંચ સાથે 81.92 ટકા વરસાદ થયો છે. પરંતુ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો આ વખતે સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં નોંધાયો છે. અત્યાર સુધીમાં સિઝનનો 15 ઈંચ વરસાદ થયો છે. હજી તો આખા ચોમાસાની સિઝન બાકી છે. માત્ર શરૂઆતમાંજ ગુજરાતમાં 70 ટકા જેટલો વરસાદ ખાબકી ગયો છે. બીજી તરફ જોઈએ તો દાહોદ જિલ્લામાં 8 ઈંચ સાથે વરસાદનું પ્રમાણ માત્ર 29 ટકા છે. આ વિસ્તારમાં વરસાદ ખૂબજ ઓછો થયો છે.

સંબંધિત સમાચાર

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments