Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં સરળતાથી દારૂ મળી જાય છે બોટાદમાં ક્યા પક્ષ તરફથી અવારા તત્વોને દારૂ વેચવાની છૂટ મળી એ તપાસનો વિષયઃ કેજરીવાલ

arvind
, મંગળવાર, 26 જુલાઈ 2022 (16:28 IST)
દિલ્હીના CM અરવિંદ કેજરીવાલનું રાજકોટ પહોંચ્યા હતાં. આજે તેઓ વેપાર ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે. આ પૂર્વે રાજકોટ એરપોર્ટ પર તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, બોટાદની ઘટના દુઃખ દાયી છે. જેમાં 25થી વધુના લોકોના મૃત્યુ થયુ છે. તેમના આત્માને શાંતિ અર્પે તેમજ સારવારમાં ગંભીર અવસ્થામાં રહેલા તમામ લોકો સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી છે. બોટાદમાં ક્યા પક્ષ તરફથી અવારાતત્વોને સરાજાહેર દારૂ વેચવાની છૂટ મળી એ તપાસનો વિષય છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે,ગુજરાતમાં કાયદાકીય રીતે દારૂબંધી છે. અહીંયા દારૂ વેચવું પ્રતિબંધિત છે. તો આ રીતે ખુલ્લેઆમ દારૂનું વેચાણ કઈ રીતે થઈ રહ્યું છે. ગુજરાતના કોઈપણ સ્થળે તમારે દારૂ જોઈતું હોય તો એ સરળતાથી તમને મળી જાય છે, એ કોઈ મોટી વાત નથી. મને તો એવું જાણવા મળ્યું છે કે અહીંયા કરોડો રૂપિયાનો દારૂનો વ્યવસાય ચાલે છે. તો તેનું વેચાણ થઈ કેવી રીતે રહ્યું છે તેની પણ તપાસ કરવી જોઈએ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે,ગુજરાતમાં આ કોઈ પહેલી ઘટના નથી કે નકલી દારૂના કારણે લોકોના મોત થયા હોય. ગુજરાતમાં આ પૂર્વે પણ આવી ઘટનાઓ બની ચુકી છે. અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તંત્ર જો ઈચ્છે તો પણ દારૂને રોકી નથી શકતું અથવા તંત્રની ઈચ્છા જ નથી કે તે દારૂબંધીના કાયદાનો કડક પણે અમલ કરે. અહીં પ્રજા દુઃખી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હું આશા રાખું છું કે આ ઘટના પછી ગુજરાતમાં દારૂબંધીના કાયદાનું કડક પણે અમલ થશે. મેં તો આજે સોશિયલ મીડિયામાં જોયું કે ઘણા ગામના લોકોએ સરકારને પત્રો પણ લખ્યા છે કે અમારા ગામમાં જાહેરમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે. આ મામલે તમે કોઈ પગલાં લો, છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નથી થતી. આવું શું કામ થઈ રહ્યું છે? એ હું નથી જાણતો.હાલ હું વેપારીઓ સાથે મીટીંગ કરવા જઈ રહ્યો છું ગુજરાતના વેપારીઓ ખૂબ જ ડરેલા છે. એ લોકોની એક જ સમસ્યા છે કે તેમને કંઈ પણ કરવાની છૂટ નથી તેમના વેપારને પ્રોત્સાહન નથી મળતું એટલે આજે હું રાજકોટના વેપારીઓને મળીશ અને તેમની સમસ્યાઓને જાણીશ.ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે તેમ રાજકીય પક્ષોના નેતાઓના પ્રવાસ વધી ગયા છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતા એવા દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ સોમવારની રાત્રીના સોમનાથ પહોંચી રોકાણ કર્યુ હતુ. બાદ આજે સવારે રાજ્યના આપ પાર્ટીના નેતાઓ સાથે કેજરીવાલ સોમનાથ મંદિરે પહોંચી મહાદેવની પૂજા-અર્ચના સાથે ધ્વજાપુજા કરી દેશ અને દેશવાસીઓની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી. ત્યાંથી કેજરીવાલ તેમના કાફલા સાથે રાજકોટ આવ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દારૂ નહિ પણ પાણી સાથે ઈન્ડસ્ટ્રીયલ કેમિકલ મિક્સ થતાં લઠ્ઠાકાંડ થયો: DGP આશિષ ભાટિયા