Webdunia - Bharat's app for daily news and videos

Install App

દાનમાં મળી ૪૧૨ કિડની, ૧૭૫ લિવર, ૩૮ હૃદય, અને ૩૧૬ ચક્ષુઓ સહિત ૯૭૩ અંગો, ૮૯૧ વ્યક્તિઓને મળ્યું નવું જીવન

Webdunia
શુક્રવાર, 19 નવેમ્બર 2021 (11:57 IST)
દર્શન રોહાઉસ, કરડવા ગામ, ડીંડોલી મુકામે રહેતો અને ઓનલાઈન સાડી વેચાણના વ્યવસાય સાથે સંકળાયેલો પ્રયાગ હંસરાજ ધોનિયા તા. ૭ નવેમ્બરના રોજ મુંબઈથી પોતાના મિત્રો સાથે મોટરકારમાં સુરત આવી રહ્યો હતો ત્યારે ચારોટી પાસે ટાયર ફાટતા મોટરકાર ડીવાઈડર સાથે અથડાતા પ્રયાગને માથામાં અને કરોડરજ્જુમાં ઈજાઓ થવાથી કાસામાં આવેલ સબ ડીસ્ટ્રીકટ હોસ્પીટલમાં દાખલ કરી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વાપીની હરિયા હોસ્પીટલમાં દાખલ કરી વધુ સારવાર માટે સુરતની યુનિટી હોસ્પીટલમાં ન્યુરોસર્જન ડૉ.ધવલ પટેલની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી. 
 
નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજને કારણે મગજમાં સોજો અને લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું તેમજ કરોડરજ્જુના મણકામાં ફ્રેકચર થયું હોવાનું નિદાન થયું હતું. ત્યારબાદ પ્રયાગની તબિયત વધુ ગંભીર થતા MRI કરાવતા મગજમાં લકવાની અસર જણાતા તા. ૧૪ નવેમ્બરના રોજ ન્યુરોસર્જન ડૉ.ધવલ પટેલે ક્રેનીયોટોમી કરી મગજનો સોજો દુર કર્યો હતો. યુનિટી હોસ્પીટલના ડોકટરોએ પ્રયાગને બ્રેનડેડ જાહેર કરતા ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી પ્રયાગના પરિવારજનોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી.
 
દેશની વિવિધ ટ્રાન્સપ્લાન્ટ હોસ્પિટલોમાં B+ve બ્લડગ્રૂપનું કોઈ ભારતીય દર્દી ટ્રાન્સપ્લાન્ટ માટે તૈયાર ના હોવાને કારણે NOTTO દ્વારા ફેફસાંની ફાળવણી ચેન્નાઈની એમ.જી.એમ. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ સુદાનની નાગરિકતા ધરાવતા ૨૩ વર્ષીય યુવકને કરવામાં આવી હતી.
 
દાનમાં મેળવવામાં આવેલી બંને કિડની પૈકી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની રહેવાસી ૩૫ વર્ષીય મહિલામાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ ભાવનગરની રહેવાસી ૩૦ વર્ષીય મહિલામાં અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં, લિવરનું ટ્રાન્સપ્લાન્ટ જુનાગઢના રહેવાસી ૩૬ વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની IKDRC માં, હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ભુજની રહેવાસી ૨૯ વર્ષીય યુવતીમાં અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. આ યુવતીને જન્મજાત હૃદયની તકલીફ હતી. ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ સુદાનની નાગરિકતા ધરાવતા ૨૩ વર્ષીય યુવકમાં ચેન્નાઈની MGM હોસ્પિટલમાં આવ્યું છે. ગુજરાતમાંથી હૃદયદાનની બાવનમી અને ફેફસાંના દાનની પંદરમી ઘટના છે. જેમાં સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા આડત્રીસ હૃદય દાન અને ૧૨ જોડ ફેફસા દાન કરાવવામાં આવ્યા છે. 
 
સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ૪૧૨ કિડની, ૧૭૫ લિવર, ૮ પેન્ક્રીઆસ, ૩૮ હૃદય, ૨૪ ફેફસાં અને ૩૧૬ ચક્ષુઓ સહીત કુલ ૯૭૩ અંગો અને ટીસ્યુઓ તેમજ બે હાથનું દાન મેળવીને ૮૯૧ વ્યક્તિઓને નવું જીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

IPL 2025 Mega Auction- ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 માટે ખેલાડીઓની હરાજી, ઋષભ પંત IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો

LIVE IPL 2025: ઋષભ પંત ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે

IPL 2025 Auction - શ્રેયસ અય્યર 26.75 કરોડમાં વેચાયો

IPL 2025 પહેલા બિઝનેસમેનનો દાવો, શાહરૂખ ખાન KKR નહીં પણ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ખરીદવા માંગતો હતો

IND vs AUS 1st Test Day 3: : પર્થમાં યશસ્વી જાયસવાલે સદી ફટકારી, ભારત મજબૂત પરિસ્થિતિમાં આવ્યું

આગળનો લેખ
Show comments