Festival Posters

Coronavirus Latest Updates India - કોરોનાના કેસ મામલે દુનિયાના બધા રેકોર્ડ ધ્વસ્ત, એક દિવસમાં 3.15 લાખ કેસ સાથે ભારતે અમેરિકાને પાછળ છોડ્યુ

Webdunia
ગુરુવાર, 22 એપ્રિલ 2021 (09:21 IST)
ભારતમાં કોરોનાનો કહેર કેવી રીતે વિકરાળ રૂપ લઈ ચુક્યો છે, તેનો અંદાજ આ વાત પરથી લગાવી શકાય છે કે દેશમાં મહામારીની બીજી લહેરે સંક્રમણના હિસાબથી આખી દુનિયાના બધા રેકોર્ડ તોડ્યા છે. વર્લ્ડોમીટરના મુજબ બુધવારે રાત્રે 12 વાગ્યા સુધી 24 કલાકમાં ભારતમાં કોરોનાના 3,15,478 નવા સંક્રમિત મળ્યા. મહામારીની શરૂઆતથે એલઈને અત્યાર સુધી એક દિવસમાં સંકમિત મળ્યા. મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધી એક દિવસમાં સંક્રમિતોની આ સંખ્યા આખી દુનિયામાં સર્વોચ્ચ છે.  આ ઉપરાંત વિશ્વમાં એક દિવસમાં સૌથી વધુ નવા સંક્રમિત મળવાનો રેકોર્ડ અમેરિકા પાસે  હતો. 
 
અમેરિકામાં 8 જાન્યુઆરી, 2021 ના ​​રોજ 3,07,570 નવા સંક્રમિત મળ્યા, પરંતુ હવે આ મામલે ભારત સૌથી આગળ નીકળી ગયુ છે સતત  છ દિવસ સુધી કોરોના દર્દીઓનો દૈનિક મૃત્યુ દર રેકોર્ડ તોડી રહ્યો છે, 24 કલાકમાં કુલ 2101 કોરોના દર્દીઓએ દમ તોડી દીધો. આ સાથે, દેશમાં કોરોના વાયરસને કારણે મૃત્યુ પામનારા લોકોની કુલ સંખ્યા વધીને 1,84,672 થઈ ગઈ. અત્યાર સુધીમાં સંક્રમિતોની સંખ્યા વધીને 1,59,24,732 થઈ ગઈ છે. દેશમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા 22,84,209 પર પહોંચી છે. આ  કુલ સંક્રમિતોની સંખ્યાના 14.3 ટકા છે.
 
ઠીક થવાનો દર 85 ટકાથી નીચે 
 
કોરોના સંક્રમિત લોકોના સ્વસ્થ થવાનો દર ઘટીને 84.5 ટકા રહી ગયો છે. આંકડા મુજબ આ બીમારીથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા વધીને 1,34,47,040 થઈ ગઈ છે. કોરોનાથી રાષ્ટ્રીય સ્તર પર મૃત્યુ ઘર ઘટીને 1.20 ટકા થઈ ગયો છે, પણ મહારાષ્ટ્રમાં આ દર 1.5 ટકા અને પશ્ચિમ બંગાળમાં 1.6 ટકા છે. 
 
આઠ રાજ્યોમાં 75 ટકા મોત 
 
દેશમાં 24 કલાક દરમિયાન સૌથી વધુ મહારાષ્ટ્રમાં 568 લોકોનાં મોત થયાં. ત્યારબાદ  દિલ્હીમાં 249, છત્તીસગઢમાં 193, યુપીમાં 187, ગુજરાતમાં 125,
કર્ણાટકમાં 116 લોકો, પંજાબમાં 69 અને મધ્યપ્રદેશમાં 75 લોકો મૃત્યુ પામ્યા છે. આ આઠ રાજ્યોમાં કુલ 1556  લોકોના મોત થયા છે, જે કુલ 2101 મૃત્યુમાંથી 75.2 ટકા છે.
 
59 ટકા સંક્રમણ ફક્ત આ 6 રાજ્યોમાં 
 
મહારાષ્ટ્રમાં સૌથી વધુ 67,468 નવા સંક્રમિત મળ્યા છે. ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં 33106, દિલ્હીમાં 24638, કર્ણાટકમાં 23558, કેરલમાં 22414 અને 
છત્તીસગઢમાં 14519 નવા કોરોના દર્દીઓ મળી આવ્યા

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Railways Interesting Facts - ટ્રેનમાં મળનારી ચાદર હંમેશા સફેદ રંગની જ કેમ હોય છે, લાલ-પીળી કે ભૂરી કેમ નથી હોતી, કારણ તમને ચોંકાવી દેશે

B.R. Ambedkar Quotes- બાબા સાહેબ આંબેડકરના Top 21 સુવિચારો

શું તમને વારંવાર કબજિયાત થઈ જાય છે ? તો રાહત મેળવવા અજમાવો દાદીમાના આ ઘરેલું ઉપાયો

Hot Water - ઠંડુ નહીં ગરમ પાણી પીવો, આ 14 ફાયદા જાણીને ચોંકી જશો

Palak Kofta Recipe- પાલકની જ ભાજી ખાવાથી કંટાળી ગયા છો, તો ક્રિસ્પી પાલક કોફતા બનાવો, તેલમાં તળ્યા વિના કેવી રીતે બનાવશો તે જાણો?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - છોકરીઓ પારકી થાપણ તો છોકરાઓ ?

ગુજરાતી જોક્સ - મંદિરમાં પૂજારી પુરૂષ કેમ ?

Winter Travel in India: શિયાળામાં ફરવા લાયક રમણીય સ્થળો, જે તમને આપશે પરફેક્ટ વેકેશન વાઈબ્સ

Sara Khan: રામાયણના લક્ષ્મણની વહુ બની સારા ખાન, 4 વર્ષ નાના કૃષને બનાવ્યો જીવનસાથી

Dhurandhar Review: પાકિસ્તાનના આતંક અને લુંટારૂઓનો બહાદુરીથી સામનો કરતા ભારતના ધુરંધર, રણવીર સિંહનો આ અવતાર તોડી નાખશે બધા રેકોર્ડ ?

આગળનો લેખ
Show comments