Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદ IIMમાં કોરોનાના કેસોના આંકડા મામલે IIM અને AMCમાં વિસંગતતા, IIMમાં 70 કેસો કે 65 કેસ તેના પર સવાલ

અમદાવાદ IIMમાં કોરોનાના કેસોના આંકડા મામલે IIM અને AMCમાં વિસંગતતા, IIMમાં 70 કેસો કે 65 કેસ તેના પર સવાલ
, બુધવાર, 31 માર્ચ 2021 (11:00 IST)
IIM મુજબ 12 માર્ચથી 30 માર્ચ સુધી 65 કેસો જ્યારે AMCના આરોગ્ય વિભાગ મુજબ 70 કેસો નોંધાયા
 
અમદાવાદ
 
રાજ્યમાં કોરોનાના કેસોમાં હવે અમદાવાદ શહેર ફરી એકવાર હોટ સ્પોટ બની ગયું છે જેમાં હવે અમદાવાદ IIMમાં કોરોના સુપર સ્પ્રેડ થઈ જતાં હવે IIMમાં 190થી વધુ લોકો કોરોના પોઝિટિવ થઈ ચુક્યા છે. જો કે દેશની પ્રતિષ્ઠત એવી સંસ્થા IIM અમદાવાદમાં કોરોનાના કેસોના સાચા આંકડા છૂપાવવામાં આવતાં હોવાનું બહાર આવ્યું છે. IIM અમદાવાદ ઇન્સ્ટિટયૂટ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ 12 માર્ચથી 30 માર્ચ સુધીમાં 65 જેટલા કેસો આવ્યા છે જ્યારે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ મુજબ 70 કેસો IIMમાં છે જેથી હવે સવાલ ઉભો થયો છે કે ખરેખર IIMમાં કેટલા કેસો છે. 
 
અમદાવાદ IIM ઇન્સ્ટિટયૂટમાં અભ્યાસ કરતાં 5 વિદ્યાર્થીઓ મેચ જોવા ગયા હતા અને તેઓને કોરોના પોઝિટિવ આવ્યા હતા. જે બાદ IIMમાં વિદ્યાર્થીઓ, પ્રોફેસર અને સ્ટાફનો RTPCR ટેસ્ટ શરૂ કરવામાં આવ્યો હતો. IIM ઇન્સ્ટિટયૂટ દ્વારા આ મામલે કેસોની વિગતો ઝર કરવામાં આવી હતી. જેમાં હોળી અને ધુળેટીના તહેવાર દરમ્યાન 117 લોકોના RTPCR ટેસ્ટ કરવામાં આવતાં 11 લોકો પોઝિટિવ આવ્યા હતા. IIM ઇન્સ્ટિટ્યૂટની વિગતો મુજબ 12 માર્ચથી 14 દિવસ દરમ્યાન થયેલા ટેસ્ટમાં 65 કેસો પોઝિટિવ આવ્યા છે જો કે AMCના આરોગ્ય વિભાગના અધિકારી મુજબ IIM અમદાવાદમાં કેસોનો આંકડો 70 થયો છે.
 
ઇન્સ્ટિટ્યૂટના ડેશ બોર્ડની વિગતો મુજબ કોરોનાના કેસો વધતા 1 સપ્ટેમ્બર 2020થી કોરોનાના ટેસ્ટ IIM દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા. IIM કેમ્પસમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેસ્ટ કેમ્પ અલગ અલગ દિવસો દરમ્યાન લગાવવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓ, પ્રોફેસરો, કોન્ટ્રાક્ટ ઓર કામ કરતા કર્મચારીઓ અને કોમ્યુનિટી મેમ્બરો જેઓને કોરોનાના લક્ષણો જણાય તેમના ટેસ્ટ કરવામાં આવતા જતા. 1 સપ્ટેમ્બર 2020થી 27 માર્ચ 2021 સુધીમાં IIMAમાં કુલ 191 જેટલા કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં 86 વિદ્યાર્થીઓ, 4 પ્રોફેસર, 14 ઓન કેમ્પસ અને 27 ઓફ કેમ્પસ સ્ટાફ, 19 કોન્ટ્રાક્ટ સ્ટાફ અને 41 કોમ્પ્યુનીટી અને અન્ય સ્ટાફ કોરોના પોઝિટિવ થયો હતો. 41 વિદ્યાર્થીઓ ક્વોરન્ટાઇન છે. 
 
જેમાં ગત નવેમ્બર 2020માં 15 દિવસમાં 18 લોકો પોઝિટિવ આવ્યા હતા. જયારે કોરોનાની બીજી લહેરમાં 12 માર્ચ 2021ના રોજ મેચ નિહાળવા ગયેલા 6 વિદ્યાર્થીઓ પૈકી 5 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો. 5 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં બેસવા માટે માહિતી છુપાવી હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ હવે કુલ 70 લોકો પોઝિટિવ આવ્યા છે.અમદાવાદ IIM કેમ્પસમાં 10થી વધુ ડોમને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામા આવ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તા.૧લી એપ્રિલે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ દાંડીયાત્રામાં જોડાશે