Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભરૂચમાં પત્રકારોને મળ્યુ કોરોના કવચ, ધારસભ્યની રજુઆત બાદ પત્રકારોને અપાઇ રસી

corona vaccine update
, મંગળવાર, 30 માર્ચ 2021 (14:14 IST)
અમદાવાદના મીડીયા કર્મીઓને સોલા સિવિલમાં અપાશે રસી
દેશભરમાં કોરોનાને લઇને ભયનો માહોલ સર્જાયો છે. જેને લઇને કેટલાક રાજ્યોમાં લોકડાઉન તથા રાત્રી કર્ફ્યુ જાહેર કર્યુ છે. તો બીજી તરફ કોરોના રસીકરણ ચાલી રહ્યુ છે. ત્યારે રાજકારણીયો, સેલિબ્રિટી, ક્રિકેટર વગેરે લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. પત્રકારો રોજ સામાન્ય લોકોની વચ્ચે ફરતા હોય છે. તેમના કામને લઇને ઘણા લોકોની મુલાકાત લેતા હોય છે ત્યારે સાવચેતીના ભાગરૂપે પત્રકારોને કોરોના વેક્સિન આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
 
ભરૂચમાં મીડિયા કર્મીઓએ કોરોના વેક્સિન લીધી. ભાજપાના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા તેમજ ધારાસભ્ય અરુણસિંહ રાણાની રજુઆત બાદ પત્રકારોને વેક્સિનેશનની કામગીરી પૂર્ણ કરાઈ હતી. ભરૂચના આગેવાનોએ કરેલી રજુઆત બાદ હવે વિવિધ જિલ્લાઓમાં પણ તબક્કાવાર પત્રકારોને વેક્સિન અપાશે. અમદાવાદના મીડિયા કર્મીઓને સોલા સિવિલ ખાતે 1 એપ્રિલ સુધી સવારે 10.30થી સાંજના 5 વાગ્યા સુધી કોરોનાની રસી આપવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હવાઈ ​​મુસાફરી મોંઘી થશે: ઉડ્ડયન સુરક્ષા ફીમાં વધારો, જાણો આવતા મહિનાથી કેટલા પૈસા ચૂકવવા પડશે