Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં બેકાબૂ બન્યો કોરોના: રાજ્યમાં કોરોના નવા 9541 કેસ, 97ના મોત

Webdunia
શનિવાર, 17 એપ્રિલ 2021 (20:12 IST)
ગુજરાતમાં કોરોનાની બીજી લહેરએ ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું છે. દિવસે ને દિવસે નવા રેકોર્ડ સ્થાપિત થતા જાય છે. દરરોજ કોરોના સંક્રમિતોનો આંકડો નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. શુક્રવારે કોરોનાના કેસ 8920 નોધાયા હતા. જ્યારે આજે તમામ રેકોર્ડ તોડતાં કોવિડ 19ના 9541 કેસ નોંધાતા તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. એક તરફ પુરજોશમાં સતત રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે છતા કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના બેકાબૂ બન્યો છે. 
 
અત્યાર સુધીમાં 88,08,994 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 13,61,550 વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે. આ પ્રકારે કુલ 1,01,70,544 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે 60 વર્ષથી વધારે વયના તેમજ 45-60 વર્ષનાં કુલ 87,932 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 56,047 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી. 
 
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 55,398  એક્ટિવ દર્દી છે, જે પૈકી 304 લોકો વેન્ટિલેટર પર છે અને 55,094 લોકો સ્ટેબલ છે. 3,33,564 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 5267 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે 97 લોકોનાં દુખદ નિધન થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનના 25, સુરત કોર્પોરેશન 26, રાજકોટ કોર્પોરેશન 8, વડોદરા કોર્પોરેશન 7, જામનગર કોર્પોરેશન 2, ભાવનગર કોર્પોરેશન 2, ગાંધીનગર કોર્પોરેશન 1, સુરેંદ્રનગર 6, મોરબી 3, બનાસકાંઠા 2, ભાવનગર 2, જામનગર 2, મહેસાણા 2, રાજકોટ 2, ભરૂચ 1, બોટાદ 1, ડાંગ 1, મહીસાગર 1, પંચમહાલ 1, સાબરકાંઠા 1, વડોદરા 1 એમ આ સાથે કુલ 97 લોકોનાં મોત નિપજ્યાં છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રોજ આ સમયે કરશો ડિનર તો મળશે 7 કમાલના ફાયદા, દૂર થઈ જશે શરીરની અનેક પરેશાનીઓ

રોજની આ 5 ભૂલો Vagina ને નુકસાન પહોંચાડે છે, મહિલાઓએ તેને કરવાનું ટાળવું જોઈએ

જલજીરા શિકંજી

છત્રપતિ સંભાજી મહારાજનું નામ 'છાવા' કેવી રીતે પડ્યું? જાણો રસપ્રદ વાર્તા

છોકરાઓના નામ રામના નામ પર

વધુ જુઓ..

નવીનતમ

ભારતનું આ સુંદર હિલ સ્ટેશન, જ્યાં માત્ર 24 ઘર અને 4 દુકાનો છે

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

આગળનો લેખ
Show comments