Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 25 April 2025
webdunia

પોતાનો પુત્ર ન હોવાની શંકામાં પુત્રની હત્યા કરનાર પુત્રને આજીવન જેલ

પુત્રની હત્યા
, શનિવાર, 17 એપ્રિલ 2021 (19:20 IST)
આજથી ચાર વર્ષ પહેલાં જન્મેલો પુત્ર પોતાનો ન હોવાનો વહેમ રાખીને પોતાના જ પુત્રની હત્યા કરનાર પિતાને એડિશનલ જજએ સેસન્સ જજએ આજીવન કેદ અને દંડની સજા સંભળાવી હતી. કોર્ટે આરોપીમા આ કૃત્યને ફરિયાદકર્તા પર કરવામાં આવેલા ચારિત્ર્ય પર શંકાના કારણે કરવામાં આવ્યું હોવાનું સ્વિકાર્યું છે. કોર્ટે કહ્યું કે આરોપી પોતાના શંકાશીલ સ્વભાવ અને પરિસ્થિતિની સાથે સ્નુકૂળ બનાવવામાં નિષ્ફળ રહ્યો અને તેના લીધે જ તેના બાળકની હત્યા કરી દીધી. 
 
વિસ્તૃત જાણકારીના અનુસાર પરવતગામના ખાડી ફલિયામાં રહેનાર આરોપી સંજય સુમન ચૌધરીએ વર્ષ 2013માં સોનલબેનની સાથે લવ મેરેજ કર્યા હતા. લગ્ન બાદ બંનેને એલેક્ષ નામનો એક પુત્ર હતો. જોકે પુત્રના જન્મ બાદ પતિ સંજયને પત્નીની સાથે ચારિત્ર્ય પર શંકા ગઇ હતી અને  તેને એલેક્ષ પણ પોતાનો પુત્ર ન હોવાનો વહેમ હસ્તો. 
 
તેથી ઘણીવાર પતિ અને પત્ની વચ્ચે મતભેદ પણ હોય છે. જેના લીધે બંને અલગ રહેવા લાગ્યા. આ દરમિયાન 12 માર્ચ 2017ના રોજ સોનલ પતિના ઘરની નજીક જ રહેનાર પોતાની માસી રંજનબેનનાં આવી હતી. જ્યાં રાત દરમિયાન સુતી વખતે એલેક્ષનું ગળું કાપી નાખ્યું હતું. એટલું નહી હત્યા કર્યા બાદ સંજય તે બેડની નીચે સંતાઇ ગયો હતો. આ મામલે સોનનબેનના પતિ સંજય વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેની સુનાવણી દરમિયાન એડિશનલ જજ અદ્રૈત વ્યાસે સંજયને આજીવન કારાવાસની સજા ફટકારી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં સિવિલ મેડિસિટીના 2500થી વધુ સ્ટાફે મહિનાઓથી રજા લીધી નથી,