Webdunia - Bharat's app for daily news and videos

Install App

#COVID19: ગુજરાતમાં કોરોનાએ મચાવી ધમાચકડી, 24 કલાકમાં 3575 નવા કેસ, 22ના મોત

Webdunia
બુધવાર, 7 એપ્રિલ 2021 (21:24 IST)
ગુજરાતમાં કોરોનાની બીજી લહેરએ ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું છે. દિવસે ને દિવસે નવા રેકોર્ડ સ્થાપિત થતા જાય છે. દરરોજ કોરોના સંક્રમિતોનો આંકડો નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. આજે સતત ત્રીજા દિવસે કોરોનાનો આંકડો 3 હજારને પાર થઇ ગયો હતો. સોમવારે 3160 કેસ, મંગળવારે 3280 નોંધાયા હતા, જ્યારે આજે રેકોર્ડબ્રેક 3575 કોરોના કેસ નોંધાતા તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. એક તરફ પુરજોશમાં સતત રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે છતા કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના બેકાબૂ બન્યો છે. 
 
રાજ્યમાં 3575 નવા કોરોના કેસ નોંધાયા છે તો બીજી તરફ 2217 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,05,149 દર્દીઓ કોરોનાને મહાત્મ આપી ચુક્યા છે. જો કે રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને 92.90 ટકાએ પહોંચ્યો હતો. 
અત્યાર સુધીમાં 71,86,613 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 8,74,677 વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે. આ પ્રકારે કુલ 80,61,290 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે 60 વર્ષથી વધારે વયના તેમજ 45-60 વર્ષનાં કુલ 1,48,111 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 20,656 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી.
 
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 18,684 એક્ટિવ દર્દી છે, જે પૈકી 175 લોકો વેન્ટિલેટર પર છે અને 18,509 લોકો સ્ટેબલ છે. 3,05,149 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 4620 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે 22 લોકોનાં દુખદ નિધન થયા છે. સુરતમાં 10, અમદાવાદમાં 6, બનાસકાંઠામાં 1, ભાવનગરમાં 1, મહીસાગરમાં 1, મહેસાણામાં 1, પંચમહાલમાં 1 અને વડોદરામાં 1 આ પ્રકારે કુલ 22 લોકોનાં મોત નિપજ્યાં છે.
 
સતત કોરોના કેસમાં વધારો
રાજ્યમાં 27 એપ્રિલથી કોરોનાના નવા કેસો અને સાથે એક્ટીવ કેસોમાં ઉત્તરોત્તર વધારો થતો જઈ રહ્યો છે. 27 માર્ચે 2276, 28 માર્ચે 2270, 29 માર્ચે 2252, 30 માર્ચે 2220, 31 માર્ચે 2360 અને 1 એપ્રિલે 2410 કેસ 2જી એપ્રિલે 2640 અને 3જી એપ્રિલે 2815 અને 4 એપ્રિલે 2875, 5 એપ્રિલે 3160 અને 6 એપ્રિલે 3280 નવા કેસ સામે આવ્યાં બાદ 7 એપ્રિલે સતત ત્રીજા દિવસે કોરોનાના નવા 3 હજારથી વધુ કેસ સામે આવ્યાં છે.

સંબંધિત સમાચાર

Fathers Day Quotes Gujarati 2024 - ફાધર્સ ડે પર તમારા પિતાને કરો આ સુદર મેસેજ

પેટની વધેલી ચરબીથી છુટકારો મેળવવા માંગો છો તો અજમાવો જીરા અને મેથીનો વર્ષો જુનો ઘરેલું ઉપાય

વજન ઘટાડવું હોય તો આ રીતે કરો ભીંડાનાં પાણીનું સેવન

ફાધર્સ ડે વિશેષ : દરેક બાળક માટે પિતા 'સર્વશ્રેષ્ઠ હીરો' હોય છે

Father's Day 2024 Gift Idea: - ફાધર્સ ડે પર તમારા પપ્પાને આપો આ Gift

કાર્તિક આર્યનની 'ચંદુ ચેમ્પિયન'ને મળી જબરદસ્ત સફળતા, IMDb પર મળ્યા આટલા રેટિંગ

Drashti Dhami: મા બનવાની છે TV ની મઘુબાલા, લગ્નના 9 વર્શ પછી થઈ પ્રેંગનેંટ, કહ્યુ છોકરો હોય કે છોકરી

આમીર ખાનના પુત્ર જુનેદ ખાન સ્ટારર ફિલ્મ ‘મહારાજ’ પર ગુજરાત હાઈકોર્ટનો હંગામી સ્ટે

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલનું ઓડિયો વેડિંગ કાર્ડ થયું વાયરલ, મહેમાનને કરવામાં આવી ખાસ વિનંતી

Disha Patani Birthday: પાયલોટ બનવાનુ હતુ સપનુ અને બની ગઈ અભિનેત્રી, 3 વાર પ્રેમમાં ખાઈ ચુકી છે દગો

આગળનો લેખ
Show comments