Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#COVID19: ગુજરાતમાં કોરોના બોમ્બ ફૂટ્યો, સતત બીજા દિવસે 3 હજારથી વધુ કેસ, 17ના મોત

#COVID19: ગુજરાતમાં કોરોના બોમ્બ ફૂટ્યો, સતત બીજા દિવસે 3 હજારથી વધુ કેસ, 17ના મોત
, મંગળવાર, 6 એપ્રિલ 2021 (20:42 IST)
ગુજરાતમાં કોરોનાની બીજી લહેરએ ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું છે. દિવસે ને દિવસે નવા રેકોર્ડ સ્થાપિત થતા જાય છે. દરરોજ કોરોના સંક્રમિતોનો આંકડો નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. આજે સતત બીજા દિવસે કોરોનાનો આંકડો 3 હજારને પાર થઇ ગયો હતો. સોમવારે 3160 કેસ નોંધાયા હતા, જ્યારે આજે રેકોર્ડબ્રેક 3280 કોરોના કેસ નોંધાતા તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. એક તરફ પુરજોશમાં સતત રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે છતા કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના બેકાબૂ બન્યો છે. 
 
રાજ્યમાં 3280 નવા કોરોના કેસ નોંધાયા છે તો બીજી તરફ 2167 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,02,932 દર્દીઓ કોરોનાને મહાત્મ આપી ચુક્યા છે. જો કે રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને 93.24 ટકાએ પહોંચ્યો હતો. 
 
 
અત્યાર સુધીમાં 70,38,445 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 7,47,185 વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે. આ પ્રકારે કુલ 78,85,630 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે 60 વર્ષથી વધારે વયના તેમજ 45-60 વર્ષનાં કુલ 2,75,777 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 29,886 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી. 
 
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 17,348 એક્ટિવ દર્દી છે, જે પૈકી 171 લોકો વેન્ટિલેટર પર છે અને 17,177 લોકો સ્ટેબલ છે. 3,02,932 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 4598 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે 17 લોકોનાં દુખદ નિધન થયા છે. અમદાવાદ અને સુરત કોર્પોરેશનમાં 7-7,રાજકોટ કોર્પોરેશન 2 અને વડોદરા કોર્પોરેશનમાં 1 આ પ્રકારે કુલ 17 લોકોનાં મોત નિપજ્યાં છે. 
 
સતત કોરોના કેસમાં વધારો
રાજ્યમાં 27 એપ્રિલથી કોરોનાના નવા કેસો અને સાથે એક્ટીવ કેસોમાં ઉત્તરોત્તર વધારો થતો જઈ રહ્યો છે. 27 માર્ચે 2276, 28 માર્ચે 2270, 29 માર્ચે 2252, 30 માર્ચે 2220, 31 માર્ચે 2360 અને 1 એપ્રિલે 2410 કેસ 2જી એપ્રિલે 2640 અને 3જી એપ્રિલે 2815 અને 4 એપ્રિલે 2875, અને 5 એપ્રિલે 3160 નવા કેસ સામે આવ્યાં બાદ 6 એપ્રિલે સતત બીજા દિવસે કોરોનાના નવા 3 હજારથી વધુ કેસ સામે આવ્યાં છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Corona Gujarat Live Update - આજે કોરોનાના આવ્યા 3280 કેસ, આવનારા 30 દિવસ ભારત માટે ખૂબ જ ક્રિટીકલ