Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોનાને લઇને રાહતના સમાચાર: 1 મહિના સંક્રમિતોની આંકડો મદહઅંશે ઘટ્યો, 174ના મોત

Webdunia
બુધવાર, 28 એપ્રિલ 2021 (20:20 IST)
ગુજરાતમાં કોરોના હવે દિવસેને દિવસે વધારે બેકાબુ બનતો જઇ રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે. રોજેરોજ આંકડા જે પ્રકારની છલાંગો લગાવી રહ્યા છે તે જોતા ગુજરાત પણ મહારાષ્ટ્રનાં રસ્તે જઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. રોજેરોજ કોરોનાના આંકડા કુદકેને ભુસકે વધી રહ્યા છે. રાજ્યમાં આજે 14,120 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. જ્યારે 8,595 લોકો સાજા થયા છે. અત્યાર સુધી કુલ 3,98,824 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર પણ ઘટીને 74.01 ટકાએ પહોંચ્યો છે. 
 
અત્યાર સુધીમાં કુલ 95,64,559 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 21,93,303 નાગરિકોનું બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે. આ પ્રકારે કુલ 1,17,57,862 રસીકરણનાં ડોઝ આપવામાં આવ્યા. આજે 60 વર્ષથી વધારે ઉંમરનાં અને 45થી 60 વર્ષનાં કુલ 47,432 લોકોને પ્રથમ ડોઝ અને 75,571 લોકોને બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું. જો કે રાજ્યમાં હજી સુધી કોઇને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી. 
 
રાજ્યમાં આજે કોરોનાના નવા 14,352 દર્દીઓ નોંધાયા છે. રાજ્યમાંથી 7,803 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ પણ ગગડીને 74.37 ટકા પર પહોંચી ગયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 3,90,229 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
 
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો 1,33,191 એક્ટિવ કેસ છે. જ્યારે 421 લોકો વેન્ટિલેટર પર છે. 1,32,770 લોકો સ્ટેબલ છે. 3,98,824 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 6,830 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 174 લોકોનાં મોત નિપજ્યાં છે.
 
 અમદાવાદ કોર્પોરેશન 26, સુરત કોર્પોરેશન 16, રાજકોટ કોર્પોરેશન 9, વડોદરા કોર્પોરેશન 11, જામનગર કોર્પોરેશન 14, અને જૂનાગઢ કોર્પોરેશન 3, મહેસાણા 2, સુરત 3, જામનગર 11, સુરેન્દ્રનગર 8, વડોદરા 5, બનાસકાંઠા 6, કચ્છ 10, દાહોદ 3, પાટણ 2, ગાંધીનગર 2, મહિસાગર 2, નવસારી 1, જુનાગઢ 4, ભરૂચ 5, પંચમહાલ 1, આણંદ 1, અરવલ્લી 3, સાબરકાંઠા 8, મોરબી 5, રાજકોટ 6, છોટાઉદેપુર 2, અને દેવભૂમિ દ્વારકા 5 એમ કુલ 174 વ્યક્તિનાં મોત નિપજ્યાં છે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments