Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સીરમે કોવીશીલ્ડના ભાવ ઘટાડ્યા, રાજ્યોને 400ને બદલે 300 રૂપિયામાં અપાશે વેક્સીન

સીરમે કોવીશીલ્ડના ભાવ ઘટાડ્યા, રાજ્યોને 400ને બદલે 300 રૂપિયામાં અપાશે વેક્સીન
, બુધવાર, 28 એપ્રિલ 2021 (20:01 IST)
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કોવિશિલ્ડની કિંમતમાં ઘટાડો કર્યો છે. કંપનીના સીઈઓ અદાર પૂનાવાલાએ આ માહિતી બુધવારે ટ્વીટ પર આપી,  તેમણે કહ્યું કે 400 રૂપિયાની જગ્યાએ હવે આ રસી 300 રૂપિયામાં રાજ્યોને આપવામાં આવશે.
 
પૂનાવાલાએ કહ્યું કે આ નિર્ણયથી રાજ્યોના હજારો કરોડ રૂપિયાની બચત થશે. આની મદદથી, તેઓ વધુને વધુ રસી ખરીદી શકશે અને તેનાથી હજારો લોકોનો જીવ બચશે. દરમિયાન, ગૃહ મંત્રાલયે અદાર પૂનાવાલાને વાય કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય લીધો છે. હવે જ્યારે પૂનાવાલા દેશમાં ક્યાંય પણ જશે ત્યારે સીઆરપીએફ તેમને સુરક્ષા પૂરી પાડશે.
 
કેન્દ્રને 150 રૂપિયામાં અપાય રહી છે વેક્સીન 
 
21 એપ્રિલે સીરમે વેક્સીનના નવા દરો નક્કી કર્યા હતા. ત્યારે ખાનગી હોસ્પિટલોને કોવિશિલ્ડ વેક્સીન 600 રૂપિયામાં આપવાનની વાત કરી હતી. આ પહેલા  હોસ્પિટલોને આ વેક્સીન 250 રૂપિયામાંઆપવામાં આવી રહી હતી. ત્યારબાદ રાજ્યો માટેની કિંમત 400 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. કેન્દ્રને આપવામાં આવનારી વેક્સીનના ભાવ પહેલાની જેમ  150 રૂપિયા રાખવામાં આવ્યા હતા. 
 
કુલ પ્રોડકશનો 50% રાજ્યોમાં મોકલવામાં આવે છે
હાલમાં સીરમમાંથી ઉત્પન્ન કરવામાં આવતી વેક્સીનના કુલ ઉત્પાદનમાંથી, 50% રસી કેન્દ્રના રસીકરણ કાર્યક્રમમાં મોકલવામાં આવે છે. બાકીની 50% રસી રાજ્યો અને ખાનગી હોસ્પિટલોમાં મોકલવામાં આવે છે.
 
80%  સુધી ઈફેક્ટિવ, અનેક દેશોમાં ઉપયોગની મંજુરી 
 
કોવીશીલ્ડ વેક્સીનને સૌથી પહેલા UK મેડિસિંસ એંડ હેલ્થકેયર પ્રોડક્ટ્સ રેગુલેટરી એજંસી (MHRA) એ 29 ડિસેમ્બરના રોજ ઈમરજેંસી ઉપયોગ માટે મંજુરી આપી હતી. ત્યારબાદ ભારત, બ્રાઝીલ, અર્જેટીના, ડોમિનિકન રિપબ્લિક, અલ સલ્વાડોર, મૈક્સિકો, મોરક્કો, યૂરોપીયન મેડિસિંસ એજંસી (EMA)પણ તેને અપ્રૂવલ આપી ચુકી છે. 
 
કોવીશીલ્ડનો હાફ ડોઝ આપ્યો તો ઈફિકેસી 90% રહી. એક મહિના પછી ફુલ ડોઝમાં ઈફિકેસી 62% રહી. બંને પ્રકારના ડોઝમાં સરેરાશ ઈફિકેસી 70% રહી. બ્રિટિશ રેગુલેટર્સએ તેને 80% સુધી ઈફેક્ટિવ માન્યો છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મોટો નિર્ણય: જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘોને ઓક્સીજન પ્લાન્ટ ત્વરીત ઉભા કરે, ધર્માદા ફંડ વાપરી શકશે