Webdunia - Bharat's app for daily news and videos

Install App

માતરના માલાવાડામાં ઝાડ સાથે અથડાતા CNG કારમાં આગ, ડ્રાઈવર કારમાં જ ભડથું થયો

Webdunia
ગુરુવાર, 30 ડિસેમ્બર 2021 (13:27 IST)
ખેડા જિલ્લાના માતર પંથકમાં ગઈકાલે બુધવારે રાત્રે કાર લઈને આવતો યુવાન એકાએક રોડની સાઇડના વૃક્ષ સાથે અથડાયા બાદ કારમાં આગ લાગતાં બળીને ભડથું થઇ ગયો હતો. આ બનાવ સંદર્ભે લીંબાસી પોલીસે ફરિયાદના આધારે અપમૃત્યુનો ગુનો નોંધ્યો છે. આકસ્મિક આગ લાગતાં યુવાને જીવ ગુમાવ્યો હોવાનું પોલીસ જણાવી રહી છે.આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના નવાઘરા ગામે રહેતા 31 વર્ષીય જૈમિન ચંદુભાઈ પ્રજાપતિ પોતાની અલ્ટો કાર નં. (GJ 23 M 1745) ચલાવીને બુધવારની મોડી રાત્રે ખેડા જિલ્લાના માતરના માલાવાડા પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન રાત્રિના સાડા દશ વાગ્યાની આસપાસ ચાલકે એકાએક કાબુ ગુમાવતા પોતાની અલ્ટો કાર રોડની સાઈડના ઝાડમાં અથડાવી હતી. આ બાદ CNG કાર હોવાથી કારમાં એકાએક આગ લાગી ગઈ હતી. જેના કારણે કાર ચાલક જૈમિન પ્રજાપતિ કારમાં જ સળગીને ભડથું થઇ ગયા હતા.આ ઘટના જ્યારે બની ત્યારે રોડ પર કોઈ હાજર નહોતું. એટલે કઈ રીતે કારમાં આગ લાગી અને કાર ચાલક અકસ્માતના પગલે બેભાન થયા કે પછી તેમણે બહાર નીકળવાનો પ્રયાસ કર્યો પણ નીકળી ન શક્યા જેવા સવાલોનું રહસ્ય અકબંધ છે. જો કે આ બનાવ સંદર્ભે લીંબાસી પોલીસે તેમના સગાભાઈ રૂચિર પ્રજાપતિની ફરિયાદના આધારે આકસ્મિક મોતનો ગુનો નોંધ્યો છે. તો બીજી બાજુ પોલીસે જણાવ્યું છે કે કારમાં આકસ્મિક આગ લાગતાં ચાલક બળીને ભડથું થયા છે.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૃત્યુ પામનારા કાર ચાલક પોતે દૂધની ડેરીમાં ઓડિટર છે. અને તેઓ ઓડિટના કામે આ પંથકમાં આવ્યા હતા. દરમિયાન પરત પોતાના ઘરે આવતી વેળાએ આ દુર્ઘટના સર્જાઈ છે. વધુમાં તેઓ પરિણીત હતા અને એક દીકરો પણ હોવાનું જાણવા મળ્યું હતું.તાલુકા મથક ગણાતા માતરમાં કે આસપાસ આવી દુર્ઘટના સર્જાય ત્યારે અગ્નિશામક દળની કોઈ સુવિધા નથી, જેથી ખેડાથી મદદ મંગાવી પડે છે. તો વળી ખેડા અગ્નિશામક દળ પાસે પણ જરૂરી સાધનો ન હોવાને પગલે આવી આગમાં છેક નડિયાદથી મદદ મંગાવવી પડતી હોય છે. તેમજ આ મદદ મળે ત્યાં સુધી મોટી હોનારત સર્જાતા ક્યારેક લોકોને જીવ પણ ગુમાવવો પડે છે. આવી ઘટનાઓ ભૂતકાળમાં પણ અગાઉ બની ચૂકી છે. ત્યારે તાલુકા મથક માતરમાં ફાયર સ્ટેશનની સુવિધા આપવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Maharashtra CM- મહારાષ્ટ્રના સીએમ પર સસ્પેન્સ યથાવત, દિલ્હીમાં થઈ નથી વાતચીત! આજે ફરી મુંબઈમાં બેઠક યોજાશે

સાયકો તેના સ્કૂટી પર સુંદર છોકરીઓને જોતાની સાથે જ તેનો પીછો કરતો હતો, જ્યારે સ્કૂટીની ડિક્કી ખુલતી હતી...

Cold Wave - 2 દિવસ પછી તીવ્ર ઠંડી, 10 રાજ્યોમાં ગાઢ ધુમ્મસની ચેતવણી; દિલ્હી-NCRમાં કેવું રહેશે હવામાન?

Masik Shivratri- માસિક શિવરાત્રીના દિવસે આ ચમત્કારી મંત્રોનો જાપ કરો, તમને બીમારીઓથી મળશે રાહત.

એર ઈન્ડિયાની પાઈલટ સૃષ્ટિના મોતનું રહસ્ય ખુલ્યું, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ જાણીને ચોંકી જશો

આગળનો લેખ
Show comments