Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Omicron Alert: ભારતમાં 1000ના નિકટ પહોંચ્યા ઓમિક્રોનના કેસ, દિલ્હી-મહારાષ્ટ્રની સૌથી ખરાબ સ્થિતિ જુઓ ક્યા કેટલા કેસ

Omicron Alert: ભારતમાં 1000ના નિકટ પહોંચ્યા ઓમિક્રોનના કેસ, દિલ્હી-મહારાષ્ટ્રની સૌથી ખરાબ સ્થિતિ જુઓ ક્યા કેટલા કેસ
, ગુરુવાર, 30 ડિસેમ્બર 2021 (11:39 IST)
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 13,154 નવા કોવિડ-19 મામલા નોંધવામાં આવ્યા છે. બીજી બાજુ નવા વેરિએંટ ઓમિક્રોનની વાત કરીએ તો દિલ્હીમાં 263 અને મહારાષ્ટ્રમાં 252 કેસની સાથે આની સંખ્યા વધીને 1000ના નિકટ પહોંચી ગઈ છે. તમને એવુ પણ બતાવી દઈએ કે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રજુ આંકડાના મુજબ દેશમાં કુલ 82,402 એક્ટિવ કેસ છે. 
 
ઉલ્લેખનીય છે કે ભારતમાં એક દિવસમાં કોવિડ-19ના 13,154 નવા કેસ સામે આવ્યા પછી દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને  3,48,22,040 થઈ  ગઈ. બીજી બાજુ 268 અને દર્દીઓના મોત પછી મૃતક સંખ્યા વધીને 4,80,860 થઈ ગઈ છે. બીજી બાજુ અત્યાર સુધી કોરોના વાયરસ સંક્રમણના નવા સ્વરૂપ ઓમીક્રોનના 961 મામલા સામે આવી ચુક્યા છે. આ મામલા 22 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સામે આવ્યા છે. 
 
આવતીકાલના આંકડા પર વિચાર કરીએ તો દિલ્હીમાં 71 હજારથી વધુ કેસ છતા સંક્રમણ દર 1.29 ટકા સુધી પહોંચી ગઈ છે. આ એક દિવસ પહેલા જ 0.68 ટકા હતી. એટલે કે લગભગ બમણો ઉછાળ સંક્રમણ દરમાં પણ આવ્યો છે. સાત મહિનામાં પહેલીવાર લગભગ એક હજાર સંક્રમિત મળવાથી સક્રિય દર્દીઓની સંખ્યા પણ બે હજારનો આંકડો પાર કરી 2191 સુધી પહોંચી ગઈ. જ્યારે કે ચાર દિવસ પહેલા આ એક હજરથી ઓછા હતા.

S. No. State No. of Omicron Cases Discharged/Recovered/Migrated
1 Delhi 263 57
2 Maharashtra 252 99
3 Gujarat 97 42
4 Rajasthan 69 47
5 Kerala 65 1
6 Telangana 62 10
7 Tamil Nadu 45 24
8 Karnataka 34 18
9 Andhra Pradesh 16 1
10 Haryana 12 2
11 West Bengal 11 1
12 Madhya Pradesh 9 7
13 Odisha 9 1
14 Uttarakhand 4 0
15 Chandigarh 3 2
16 Jammu and Kashmir 3 3
17 Uttar Pradesh 2 2
18 Goa 1 0
19 Himachal Pradesh 1 1
20 Ladakh 1 1
21 Manipur 1 0
22 Punjab 1 1
  Total 961 320
 

 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજકોટમાં સગીર ભત્રીજીને બીભત્સ વીડિયો બતાવી અડપલાં કર્યાં, પ્રતિકાર કર્યો તો વીજકરંટ આપ્યો