Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદ શહેરમાં 8 વર્ષની બાળકી સહિત પાંચ લોકો ઓમિક્રોનના કેસ નોંધાયા

અમદાવાદ શહેરમાં 8 વર્ષની બાળકી સહિત પાંચ લોકો ઓમિક્રોનના કેસ નોંધાયા
, બુધવાર, 22 ડિસેમ્બર 2021 (23:08 IST)
અમદાવાદ શહેરમાં ઓમિક્રોનના વધુ પાંચ કેસ નોંધાયા છે. 8 વર્ષની બાળકી સહિત 5 મહિલાઓ ઓમિક્રોન પોઝિટિવ આવ્યા છે. તમામ પાંચ મહિલાઓ છે અને તેઓ વિદેશથી આવ્યા બાદ કોરોના પોઝિટિવ આવતાં તેઓના સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. મકરબા વિસ્તારમાં રહેતી 8 વર્ષની બાળકી અને 32 વર્ષીય મહિલા કોંગોથી, થલતેજમાં રહેતી 39 વર્ષીય મહિલા દુબઇથી, મણિનગર વિસ્તારમાં રહેતી 42 વર્ષીય મહિલા ટાનઝીનિયાથી જ્યારે  નવરંગપુરા વિસ્તારમાં રહેતી 40 વર્ષીય મહિલા યુ.કેથી અમદાવાદ આવી હતી. અમદાવાદ શહેરના અત્યાર સુધીમાં ઓમીક્રોનના કુલ 7 કેસો નોંધાયા છે.

COVID 19 ઓમિક્રોન કેસની વિગત
 
આજના નોંધાયેલ કુલ કેસ-૯
 
મહેસાણા-૨ 
પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવેલ
(F/49 & F/65)
 
આણંદ-૨
ટાન્ઝાનિયા થી આવેલ
(M/39  & M/33)
 
અમદાવાદ કોર્પોરેશન-૫
૧- યુનાઈટેડ કિંગડમ(F/46)
૧- ટાન્ઝાનિયા(M/42)
૧- દુબઈ (F/39)
૨- કોંગો (આફ્રિકા) 
(F/32 &  F/8)
 
 
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ઓમિક્રોન પોઝીટીવ-૨૩
સારવાર હેઠળ-૧૯
ડિસ્ચાર્જ- ૪
મૃત્યુ-૦
 
જિલ્લાવાર વિભાજન:
JMC-3(3 ડિસ્ચાર્જ)
SMC-૨(૧ ડિસ્ચાર્જ)
GMC-૧
મહેસાણા-૩
VMC-૩
આણંદ-૩
AMC-૭
રાજકોટ-૧

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ધો. 10-12ની બોર્ડની પરીક્ષાની તારીખમાં થયો ફેરફાર, હવે 14ને બદલે 28 માર્ચથી શરૂ થશે બોર્ડની એક્ઝામ