Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ મેડિકલ કોલેજનું બદલાયુ નામ

Webdunia
ગુરુવાર, 15 સપ્ટેમ્બર 2022 (19:17 IST)
અમદાવાદની જાણીતી એલજી હોસ્પિટલની મેટ મેડિકલ કોલેજનું નામ પણ હવે બદલાઈ ગયું છે. AMC સંચાલિત એલજી હોસ્પિટલની પાછળના હિસ્સામાં આવેલી મેટ મેડિકલ કોલેજનું નામ નરેન્દ્વ મોદી કરવામાં આવ્યું છે. હવે મેડીકલ કોલેજ નરેન્દ્વ મોદી મેડીકલ કોલેજના નામે ઓળખાશે. નરેન્દ્ર ભાઇ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ કોલેજ બની હતી, માટે તે કોલેજનુ નામ નરેન્દ્ર મોદી રાખવામાં આવ્યું છે. મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં આ નિર્ણય લેવાયો છે. 
 
નરેન્દ્વ મોદી મણીનગરથી વિધાનસભાની ચૂંટણી લડી મુખ્યમંત્રી પદે બિરાજમાન થયા હતા. હવેૉ 17 તારીખે પ્રધાનમંત્રીના જન્મ દિવસે મેટની મેડીકલ કોલેજમાં તકતીનું અનાવરણ થશે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દેવાયું હતું. આ ઉપરાંત આ સ્ટેડિયમના સમગ્ર સંકુલનું નામ સરદાર સંકુલ કરી દેવાયું હતું. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ એલજી હોસ્પિટલ સંકુલમાં આવેલી મેડિકલ કોલેજનું નામ બદલીને નરેન્દ્ર મોદી મેટ કોલેજ આપવામાં આવશે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Udaipur- ઉદયપુર માં જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - પપ્પુના પ્રશ્નો ના જવાબ

Bye Bye 2024- એઆર રહેમાનથી લઈને એશા દેઓલ સુધી, આ સેલેબ્સ વર્ષ 2024માં છૂટાછેડા લીધા

ગુજરાતી જોક્સ - પ્રશ્ન ક્યાંથી મળ્યો

ગુજરાતી જોક્સ - ભાગી જઈશું

વધુ જુઓ..

નવીનતમ

Makar Rashi Baby Boy Names- ખ જ પરથી નામ છોકરા

Republic day- ગણતંત્ર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે

માતૃપ્રેમ નિબંધ ગુજરાતી ધોરણ 6

બાળવાર્તા- પોપટની હનુમાન ભક્તિ

શિયાળામાં મગફળી ખાધા પછી નાં કરશો આ ભૂલ, નહીં તો થશે મોટું નુકશાન

આગળનો લેખ
Show comments