Webdunia - Bharat's app for daily news and videos

Install App

આલ્ફા વન મોલમાં રમકડાંના વેપારી પર ભારતીય માનક બ્યુરોના દરોડા

Webdunia
બુધવાર, 11 જાન્યુઆરી 2023 (11:46 IST)
ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ દ્વારા આઈએસઆઈ માર્ક વિનાના રમકડાં વેચવાની માહિતીના આધાર પર તા. 10.01,2023ના રોજ અમદાવાદ સ્થિત મે. કેન્ડી ફ્લોસ, દુકાન નં. ¾, ત્રીજો માળ, નેક્સસ અમદાવાદ વન મોલ, અમદાવાદ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી. દરોડા દરમિયાન વેપારી પાસેથી સ્ટાન્ડર્ડ માર્ક વિનાના 304 રમકડાં જપ્ત કરવામાં આવ્યા.
 
ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયનાં 25 ફેબ્રુઆરી 2020ના ઓર્ડર નંબર S.O.853(E) અને 15 સપ્ટેમ્બરના સુધારા મુજબ, આવા ઉત્પાદનો (રમકડાં) અથવા સામાન અથવા સ્પષ્ટપણે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનાં રમવા માટેના હેતુથી બનાવેલ વસ્તુઓ ઉપર આઈએસઆઈ માર્ક વિનાના રમકડાંનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરી શકશે નહીં અને માત્ર એવા ઉત્પાદકોને જ આઈએસઆઈ માર્ક લાગુ કરવાની મંજૂરી છે કે જેમની પાસે ભારતીય માનક બ્યુરોનું માન્ય લાયસન્સ છે. 
 
બ્યુરો પાસેથી માન્ય લાયસન્સ લીધા વિના ઉત્પાદકો દ્વારા આઈએસઆઈ માર્ક લગાવવું અથવા આઈએસઆઈ માર્ક વિનાના રમકડાં વેચવા અને સંગ્રહ કરવા એ સજાપાત્ર ગુનો છે. આવું કરનારનાં વિરુદ્ધ ભારતીય માનક બ્યુરો અધિનિયમ 2016ના અનુચ્છેદ 17ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે. આ અપરાધ દંડનીય છે, જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા રૂ. 2000000/- આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે.
 
બેઈમાન ઉત્પાદકો/વેપારીઓ જનતાને છેતરવા માટે ભારતીય માનક બ્યુરોના માન્ય લાયસન્સ લીધા વગર આવા ઉત્પાદનોનું ઉત્પાદન/વેચાણ કરતા હોય છે. આ ઉપરાંત, ભારત સરકાર દ્વારા સમયાંતરે જારી કરાયેલ ગુણવત્તા નિયંત્રણ આદેશોનું ઉલ્લંઘન પણ સજાપાત્ર ગુનો છે. ભારતીય માનક બ્યુરો સમયાંતરે આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી થતી છેતરામણી અને સંભવિત સુરક્ષા ખતરાથી સામાન્ય જનતાને બચાવવા માટે આઈએસઆઈ માર્કના દુરુપયોગની મળેલ/કરેલ ફરિયાદ અનુસાર અવારનવાર સંખ્યાબંધ દરોડા કરતી હોય છે. 
 
કોઈપણ વ્યક્તિ જેની પાસે ભારતીય માનક બ્યુરોના માનકચિહ્નના દુરુપયોગની જાણકારી હોય અથવા ફરજિયાત પ્રમાણનના હેઠળ આવતા ઉત્પાદનોનું ઉત્પાદન કરનારાઓ વિશે કોઈપણ પ્રકારની માહિતી હોય તો તે પ્રમુખ, ભારતીય માનક બ્યુરો, ત્રીજો માળ, નવજીવન અમૃત જયંતી ભવન, ગુજરાત વિદ્યાપીઠની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ-380014, ફોન નં.-079-27540314 પર લખી શકે છે. ફરિયાદને ahbo@bis.gov.in અથવા complaint@bis.gov.in પર ઈમેઈલ દ્વારા પણ કરી શકાય છે. આવા પ્રકારની સૂચના આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

વાવ પેટાચૂંટણી: બીજા રાઉન્ડની મતગણતરી પછી પણ કૉંગ્રેસ આગળ

Jharkhand Election Result LIVE: ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામ 2024 - પક્ષવાર સ્થિતિ

Maharashtra, Jharkhand Election Results 2024 LIVE Commentary: નાગપુરથી દેવેન્દ્ર ફડણવીસ પાછળ, રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે પાછળ

Maharashtra Election Results LIVE: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામ 2024 - કોંગ્રેસ અને બીજેપી વચ્ચે કાંટાની ટક્ક્રર

કોણ સંભાળશે મહારાષ્ટ્રની ગાદી ? આજે આવશે ચૂંટણીના પરિણામ, મહાયુતિ અને MVA વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ

આગળનો લેખ
Show comments