Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત: વ્યાજખોરો સામે રાજ્યભરમાં કડક પગલાં- એક તક પોલીસને’: 'કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર જનતા વ્યાજખોરો વિરુદ્ધ અવાજ ઉઠાવે અમે જનતાની સાથે

ગુજરાત: વ્યાજખોરો સામે રાજ્યભરમાં કડક પગલાં- એક તક પોલીસને’: 'કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર જનતા વ્યાજખોરો વિરુદ્ધ અવાજ ઉઠાવે અમે જનતાની સાથે
, બુધવાર, 11 જાન્યુઆરી 2023 (08:51 IST)
‘’મને ભગવાને 50 ટકા મોકલ્યો હતો અને આ વ્યાજખોરોએ મને 30 ટકા કરી દીધો છે.વ્યાજખોરોએ મને માર મારીને મારા હાથ-પગ ભાંગી નાખ્યા છે. આજે મારા હાથ-પગ કામ નથી કરી રહ્યા. મને અને મારા પરિવારે સતત એક ડરમાં જીવવું પડે છે.’’આ શબ્દો છે વ્યાજખોરોથી પીડીત વ્યક્તિના. આ શબ્દો સાંભળીને આજરોજ આયોજીત લોકદરબારમાં સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. નાગરિકની રજુઆત સાંભળીને જિલ્લા પોલસ વડા વિજય પટેલે તુરંત જ ભોગ બનનાર વ્યક્તિને આધાર પુરવાઓ રજુ કરવા માટે કહ્યું અને તેમને પરેશાન કરતા વ્યાજખોરો વિરુદ્ધ પગલા લેવાનું વચન આપ્યું.
webdunia
રાજ્ય સરકારની સુચનાથી રાજ્યના દરેક જિલ્લામાં લોકદરબારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજરોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના કન્વેશન હોલ ખાતે ગુજરાત નાણા ધીરનાર અધિનિયમ-2011 અન્વયે વ્યાજખોરો વિરુદ્ધ જનજાગૃતિ લાવવા માટે પાટણ જિલ્લા પોલીસ દ્વારા આયોજિત લોકદરબાર કાર્યકર્મનું આયોજન કરવામાં આવ્યું હતુ. રાજ્યમાં વધી રહેલી વ્યાજખોરીને ડામવા માટે આયોજીત આજના લોકદરબારમાં જાહેર જનતાએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા, તેમજ વ્યાજખોરીની આ સામાજીક દૂષણરૂપી પ્રવૃતિને નાથવા માટે યોગ્ય સુચનો પણ કર્યા હતા. જે વ્યક્તિ જાહેરમાં પ્રશ્નો રજુ ના કરી શકે તેવા લોકો ખાનગીમાં પોલીસ સ્ટેશન જઈને પ્રશ્નો રજુ કરી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
 
લોકદરબારના અધ્યક્ષ એવા પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ ભુજ શ્રી જે.આર.મોથલિયાએ પાટણની જનતાને અપીલ કરતા જણાવ્યું હતુ કે, વ્યાજખોરોને ડામવા માટે જિલ્લા પોલીસતંત્ર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવશે પરંતુ સાથે-સાથે જનતાએ આ સામાજીક દુષણને ડામવા માટે પોલીસને સાથ સહકાર આપવાની જરૂરત છે. જનતા ખુદ આગળ આવે અને વ્યાજખોરો વિરુદ્ધ અવાજ ઉઠાવે તો અમે જનતાનો અવાજ બનીશુ. 
 
વ્યાજખોરીને ડામવા માટે પાટણ જિલ્લા પોલીસ દ્વારા લોકદરબાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજના કાર્યક્રમમાં જનતાએ જે પ્રશ્વો રજુ કર્યા છે તે પ્રશ્નો પર ચોક્કસપણે કામ કરવામાં આવશે. તદઉપરાંત આજના લોકદરબારમાં લોકોએ જે ચુચનો કર્યા છે તે સુચનો પર પણ ધ્યાન આપવામાં આવશે. હું રેન્જ આઈ.જી તરીકે સર્વેને આશ્વાસન આપુ છું કે તમામ પ્રશ્નોનો નિયત સમયમર્યાદામાં નિકાલ લાવવામાં આવશે. પાટણની જનતાને અપીલ છે કે, આપની પાસેથી જો વધારે વ્યાજ લેવાય છે તો તુરંત જ આધાર પુરાવાઓ સાથે પોલીસને રજુઆત કરો.
 
લોકદરબારમાં જાહેર જનતાને સંબોધન કરતા જિલ્લા પોલીસ વડા વિજય પટેલે જણાવ્યું કે,ગુજરાત સરકારની સુચનાથી તમામ જિલ્લામાં શરૂ થયેલ લોકદરબાર પાટણ જિલ્લામાં પણ શરૂ થયેલ છે. લોકદરબાર અંતર્ગત અમે લોકોની વચ્ચે જઈશુ અને તેઓની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરીશુ. લોકદરબાર અંતર્ગત લોકોને કાયદાકીય સલાહ આપવાથી લઈને તેઓને સરકારની વિવિધ યોજનાઓથી પણ વાકેફ કરવામાં આવશે. 
 
વ્યાજખોરી એક સામાજીક દુષણ છે અને તેને ડામવા માટે પોલીસ સતત પ્રયત્નશીલ છે. જનતા ફરિયાદ લઈને પોલીસ પાસે આવે છે,પરંતુ આજે અમે ખુદ આપની પાસે આવ્યા છીએ, આપના પ્રશ્નો સાંભળવા માટે. હું દરેક લોકોને અપીલ કરું છુ કે,કોઈ પણ જાતની સમસ્યા હોય, તો તુરંત જ કોઈ પણ જાતનો ડર રાખ્યા વિના પોલીસનો સંપર્ક કરો જેથી પોલીસ આપની મદદ કરી શકે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મોઢેરા સૂર્યમંદિર ખાતે 20 અને 21 જાન્યુઆરીએ ઉત્તરાર્ધ મહોત્સવ યોજાશે