Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપના ઉમેદવારો આજે વિજય મૂહુર્તમાં ભરશે ફોર્મ

Webdunia
શુક્રવાર, 5 ફેબ્રુઆરી 2021 (12:24 IST)
સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે ગુજરાત પ્રદેશના ભાજપ અધ્યક્ષ દ્રારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. આજે શુક્રવારે વિજય મુહૂર્તમાં ભાજપના તમામ ઉમેદવારો  6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે ફોર્મ ભરશે. ફોર્મ ભરવાનો આવતી કાલે અંતિમ દિવસ છે. 
 
6 મહાનગરપાલિકા માટે ભાજપે ઉમેદવારીઓની યાદી કરી જાહેર કરી છે. ભાજપે 6 મનપાના 575 ઉમેદવારો જાહેર કર્યાં છે. જેમાં અમદાવાદના 48 વોર્ડના 192, વડોદરાના 19 વોર્ડના 76, સુરતના 30 વોર્ડના 119, જામનગરના 16 વોર્ડના 64, ભાવનગરના 13 વોર્ડના 52, રાજકોટના 18 વોર્ડના 72 ઉમેદવારો જાહેર કરાયા છે. 
 
ભાજપના તમામ ઉમેદવાર શુક્રવારે બપોરે 12:39 વાગે વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કરશે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કહ્યું કે લોકતાંત્રિક પદ્ધતિ, પારદર્શિતાથી ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે નગર પાલિકાની ચૂંટણીમાં 60 વર્ષથી વધુ ઉંમરના કાર્યકર્તાઓને ટિકીટ આપવામાં આવી નથી. 
 
નગરપાલિકામાં કોર્પોરેટરની ટર્મ પુરી કરનાર એક્સ ઉમેદવારો પણ ચૂંટણી લડી શકશે નહી. આ ઉપરાંત પરિવારવાદના ઉકેલ માટે પાર્ટીના પધાધિકારી, નેતા અથવા પ્રતિનિધિના સગા સંબંધીને પણ ચૂંટણી ટિકીટ આપવામાં નહી આવે. એક પ્રશ્નના જવાબમાં પાટીલે કહ્યું કે ભાજપના વરિષ્ઠ કાર્યકર્તાઓએ મોટું દિલ રાખતાં નવા કાર્યકર્તાઓને અવસર આપવા માટે સ્થાન આપ્યું છે જે પાર્ટીની સૌથી મોટી પૂંજી છે.

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments