Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શણગાઇના સૂર વાગે તે પહેલાં સર્જાયો માતમ, અકસ્માતમાં 3 જાનૈયાઓના મોત

શણગાઇના સૂર વાગે તે પહેલાં સર્જાયો માતમ, અકસ્માતમાં 3 જાનૈયાઓના મોત
, શુક્રવાર, 5 ફેબ્રુઆરી 2021 (11:40 IST)
સતત અસ્કસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે આજે વહેલી સવારે માલેગાંવથી સુરત જાન લઇને રહેલી બસને વ્યારા બાજીપૂરા નેશનલ હાઇવે નંબર 53 પર બસ અને ટેન્કર વચ્ચે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 મુસાફરોના મોત નિપજ્યા હતા અને 7 મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર માલેગાંવથી સુરત જાન લઈને જઇ રહેલી ટ્રાવેલની ખાનગી બસ આજે વહેલી સવારે ધુમ્મસના કારણે ટેન્કરની પાછળ ઘૂસી જતાં અકસ્માત નડ્યો છે. માલેગાંવથી નીકળેલી જાન સુરતના મીઠાખડી વિસ્તારમાં લગ્ન માટે પહોંચે તે પહેલા જ બસને તાપી પાસે અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં 3 જાનૈયાના મોત નિપજ્યા છે. જેમાં એક મહિલા અને બે પુરુષ સામેલ છે. જ્યારે 7 જાનૈયાઓને ઇજા પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભારે હિમવર્ષા, બરફથી ઢંકાયેલ શિખરો, ઠંડા પવનોથી મસુરીમાં ઠંડી વધવા પામી છે