Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં DRDO દ્રારા 900 બેડની હોસ્પિટલ તૈયાર, અમિત શાહ કરશે ઉદઘાટન

Webdunia
શુક્રવાર, 23 એપ્રિલ 2021 (09:20 IST)
અમદાવાદમાં કોરોના વધતા કેસોને ધ્યાનમાં રાખતાં રાજ્ય સરકાર દ્વારા દર્દીઓ માટે 900 બેડની ઓક્સિજન હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જે અમદાવાદમાં બનીને તૈયાર થઇ ગઇ છે. 60 કરોડના ખર્ચે બનેલી આ હોસ્પિટલનું નિરિક્ષણ કરવા માટે ગૃહમંત્રી અમિત શાહ પોતે ગુજરાત આવશે. હોસ્પિટલમાં આર્મ્સ ફોર્સ ફોર્સના 25 ડોક્ટર અને પેરામેડિકલના 75 લોકોનો સ્ટાફ હાજર રહેશે. 
DRDO ના હોસ્પિટલમાં લગભગ 60 કરૉડનો ખર્ચ કરવામાં આવ્યો છે અને આગામી ત્રણ મહિના સુધી અહીં મફત સારવારની સુવિધા આપવામાં આવશે. હોસ્પિટલમાં થનાર ખર્ચ 50 ટકા રાજ્ય સરકાર અને 50 ટકા ખર્ચ DRDO કરશે. આ ઉપરાંત આગામી થોડા સમયમાં અહીં વધુ 500 બેડ વધારવામાં આવશે. 
 
હોસ્પિટલમાં 50-55 મેટ્રિક ટનની કાયમી ક્ષમતાવાળી ઓક્સિજન ટેંક પણ હશે. જેને પાઇપ દ્વારા તમામ 900 બેડ સુધી પહોંચવાની સુવિધા આપવામાં આવી છે. આ ઉપરાંત આઇસીયૂયુક્ત હશે. સરકાર હોસ્પિટલ માટે 250 મેડિકલ સ્ટાફને રિક્રુમેન્ટ પ્રોસેસ શરૂ થઇ ચૂકી છે. આ ઉપરાંત 200 નર્સ, 150 મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ અને હાઉસકીપર સહિત 700 કર્મીઓનો સ્ટાફ હશે.  
 
સ્થાનિક ડોકટર અને નર્સિંગ સ્ટાફ માટે ઇન્ટરવ્યુની પ્રક્રિયા પણ હાલ ચાલુ, ઇન્ટરવ્યૂ પૂર્ણ થઈ તે તમામને સ્થળ મુલાકાત કરાવવામાં આવી. DRDOના 17 ડોકટરો, 75 પેરા મેડિકલનો સ્ટાફ પણ અમદાવાદમાં આવી પહોંચ્યો છે. 250 જેટલો નર્સિંગ સ્ટાફ જુદી જુદી કોલેજોમાંથી સિલેક્ટ કરવામાં આવ્યો છે. 
આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેંટરમાં ઉભા કરવામાં આવેલા 900 બેડની હોસ્પિટલના સંચાલનની જવાબદારી ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ વિભાગને સોંપવામાં આવી છે. સરકારી ડિગ્રી કોલેજના વિવિધ બ્રાંચના અધિકારીઓ ફાયર સેફ્ટીને લઇને વિભિન્ન કાર્ય સોંપાવવામાં આવ્યા છે. 
 
આ ઉપરાંત અમદાવાદની આર્ટ્સ અને કોમર્સ કોલેજના 20 આચાર્ય અને પ્રોફેસરને પણ વિભિન્ન કામ સોંપવામાં આવ્યા છે. તમામ કર્મચારીને તાત્કાલિક હાજર થવાનો આદેશ આપ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - લંડનમાં કામ કરે છે

ગુજરાતી જોક્સ - સારું ભોજન મળશે

ગુજરાતી જોક્સ - કંજૂસ મિત્રો

Lookback2024 Entertainment- આહા ટમાટર બડે મજેદાર થી બદો બદી સુધી આ રહ્યા આ વર્ષના સૌથી વધારે વાયરલ થતા રીલના ગીત

Gurugram road- સિંગર બાદશાહે ગુરુગ્રામની સડક પર મોટો દંડ ફટકાર્યો જાણો શુ કત્યુ હતુ

વધુ જુઓ..

નવીનતમ

Goa Liberation Day: આજે છે ગોવા મુક્તિ દિવસ, જાણો કેવી રીતે રાજ્યને આઝાદી મળી

Chiffon Saree Styling Tips : શિફોન સાડીમાં સુંદર દેખાવાના ટિપ્સ

Winter solstice Day 2024: 21મી ડિસેમ્બર છે વર્ષનો સૌથી ટૂંકો દિવસ, જાણો વૈજ્ઞાનિક કારણ

સુરતના પ્રખ્યાત રસાવાળા ખમણ બનાવાની રીત

શિયાળામાં રોજ ખાવ 2 ઈંડા, શરીરની આ ગંભીર સમસ્યાઓ થશે ગાયબ, જાણી લો ક્યારે ખાશો ?

આગળનો લેખ
Show comments