Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Fire in Covid Hospital Maharashtra: પાલઘરના વસઈમાં કોવિડ સેંટરમાં ભીષણ આગ, 13 દર્દીઓના મોત

Fire in Covid Hospital Maharashtra: પાલઘરના વસઈમાં કોવિડ સેંટરમાં ભીષણ આગ, 13 દર્દીઓના મોત
, શુક્રવાર, 23 એપ્રિલ 2021 (07:27 IST)
કોરોનાના કહેર સામે લડી રહેલ મહારાષ્ટ્રમાં આજે એટલે કે શુક્રવારે એક વધુ મોટી દુર્ઘટના થઈ ગઈ. મહારાષ્ટ્રના પાલઘર જીલ્લામાં વિરારના વિજય વલ્લભ કોવિડ હોસ્પિટલમાં આગ લાગી ગઈ, જેમા 13 દર્દીઓના મોત થઈ ગયા. સમાચાર એજંસી પીટીઆઈએ પોલીસના સૂત્રોથી આ માહિતી આપી. એવુ કહેવાય રહ્યુ છે કે વિરારના આ વિજય વલ્લભ કોવિડ કેયર હોસ્પિટલમાં આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી છે. 
પોલીસ અધિકારીએ કહ્યુ કે હોસ્પિટલના આઈસીયૂમાં સવારે લગભગ ત્રણ વાગે આ આગ લાગી. હાલ અનેક દર્દીઓને હોસ્પિટલમાંથી રેસ્ક્યુ કરાયા છે. આ હોસ્પિટલમાં 16 દર્દીઓની સારવાર ચાલી રહી હતી. હાલ ઘટના સ્થળ પર પોલીસથી લઈને અગ્નિશમનની ટીમ હાજર છે અને રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. 
 
ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર કંટ્રોલ સેલના પ્રમુખ વિવેકાનંદ કદમે પીટીઆઈને જણાવ્યુ કે આઈસીયૂના એસી યૂનિટમાં એક ધમાકો થવાને કારણે આગ લાગી. વસાઈ વિરાર નગર નિગમના ફાયર ફાઈટરોએ એક કલાકની મહેનત પછી આગ પર કાબૂ મેળવી લીધો. 

આ પહેલા મહારાષ્ટ્રના નાસિકમાં એક હોસ્પિટલમાં 24 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં, સ્ટોરેજ પ્લાન્ટમાંથી લિકેજ થયા પછી ઓક્સિજન સપ્લાય લિકેજ બંધ થઈ ગયું હતું. દિવસ દરમિયાન ટેન્કમાં લિકેજ થવાને કારણે સપ્લાય બંધ થઈ ગયો હતો અને તેમને ઓક્સિજનનો યોગ્ય પ્રમાણ મળી શક્યો ન હતો. મહારાષ્ટ્રના નાસિકમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ડો.ઝાકિર હુસેન અસ્તાલ ખાતેના સ્ટોરેજ પ્લાન્ટમાંથી લિકેજ થયા પછી ઓક્સિજન સપ્લાય બંધ થતાં ઓછામાં ઓછા 22 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. હોસ્પિટલમાં કુલ 150 દર્દીઓ હતા.
 
સાત સભ્યોની સમિતિએ હોસ્પિટલમાં ઓક્સિજન લિકેજ અને સપ્લાય વિક્ષેપને કારણે 24 કોવિડ દર્દીઓના મોતની તપાસની જાહેરાત કરી છે. રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે જણાવ્યું હતું કે સમિતિની અધ્યક્ષતા નાસિકના વિભાગીય કમિશનર રાધાકૃષ્ણ ગામે કરશે. તેમણે કહ્યું હતું કે સમિતિ હાલના સુરક્ષા ધોરણોને અપડેટ કરવા અંગે ભલામણો પણ કરશે. મંત્રીએ કહ્યું કે, જો આ મૃત્યુ માટે કોઈ જવાબદાર છે તો તેમને કાયદેસરની કાર્યવાહીનો સામનો કરવો પડશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સફળતાનો મંત્ર - આ રીતે વધારો આત્મવિશ્વાસ, સફળતા તમારી મુઠ્ઠીમાં રહેશે