Webdunia - Bharat's app for daily news and videos

Install App

રસીકરણમાં અમદાવાદ જિલ્લો પ્રથમ, ૪ લાખથી વધુ લોકોને રસી અપાઈ

Webdunia
મંગળવાર, 4 મે 2021 (10:40 IST)
અમદાવાદ જિલ્લામાં કોવિડ મહામારી સામે જિલ્લા વહીવટીતંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે અને નાગરિકોને તમામ આરોગ્યસુવિધાઓ પ્રાપ્ત થાય તે દિશામાં પ્રયાસો હાથ ધર્યા છે. જે અનુસાર જિલ્લામાં કોવિડ બેડની સંખ્યા ૩૦૦થી વધારીને ૧૫૭૩ જેટલી કરી દેવાઈ છે.( ૧૫ માર્ચ-૨૭ એપ્રિલ, ૨૦૨૧). જેમાં ૪૦થી વધુ ખાનગી હોસ્પિટલના સહયોગથી ૧૦૨૪ જેટલા બેડની ક્ષમતા ઉભી કરાઈ છે. આ ઉપરાંત હજુ વધારાના ૨૦૦ બેડ માટે વેદાંતા હોસ્પિટલ સાથે વિચાર-વિમર્શ પ્રગતિ હેઠળ છે.
 
અમદાવાદ  જિલ્લાના દસક્રોઈ તાલુકાના સિંગરવા ખાતે ૫૦ બેડ( ૩૨ ઓક્સિજનવાળા, ૧૮ ઓક્સિજન વિનાના)ની વધારાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
 
આ ઉપરાંત જો પરિસ્થિતિ વિકટ થાય તો વધારાના બેડ ઉભા કરવા માટે પણ આયોજન સુનિશ્ચિત કરાયું છે. જે અન્વયે વેદાંતા ફાઉન્ડેશન-૧૦૦, ટાટા ફાઉન્ડેશન-૧૦૦, ઝાયડસ ફાઉન્ડેશન -૧૦૦ બેડની નવી વ્યવસ્થા ઉભી કરશે. આ ઉપરાંત બિરલા ફાઉન્ડેશને પણ જિલ્લામાં ૨ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટેની તૈયારી દર્શાવી છે. કોઈ પણ નાગરિકને સાધનોને અભાવે જીવ ન ગુમાવવો પડે તે માટે ૩૦ જેટલા વેન્ટીલેટર(ઓન લોન) લેવા માટેનું આયોજન પણ પ્રગતિ હેઠળ છે.
 
અમદાવાદ જિલ્લામાં સાધનોની સાથે જરુરી માનવબળ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લામાં ૨૦ જેટલા બોન્ડેડ ડોક્ટર્સ હાજર થયા છે અને નવી જાહેરાતના પગલે ૨૫૦ વધુ નર્સિંગ સ્ટાફ દર્દીની સેવામાં કાર્યરત થયો છે.
 
જિલ્લાના અધિકારી અને પદાધિકારીઓએ પોતાની ગ્રાંટ આરોગ્યવિષયક સેવાઓમાં ફાળવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગ્રાંટમાથી ૭ એમ્બ્યુલન્સ વાન, મોબાઈલ ટેસ્ટિંગ વાન તેમ જ ડિજિટલ એક્સરે મશીન, ઓક્સિજન કોન્સન્ટ્રટેર મશીન જેવા અત્યાધુનિક સાધનો માટે નાણાકીય ફાળવણી કરવામાં આવી છે. 
 
આ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ દસક્રોઈના ધારાસભ્ય અને સાણંદના ધારાસભ્યની ૨૫ લાખની ગ્રાંટ ફાળવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લા કલેક્ટરની ડીએમએફ ગ્રાંટમાથી ૫૦ લાખ, ડીડીઓ ગ્રાંટમાંથી ૫૦ લાખ, જિલ્લા પંચાયતના પ્રમુખની ગ્રાંટમાથી રુ. ૫૦ લાખ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની ગ્રાંટમાંથી રુ. ૨૫ લાખ,કારોબારી સમિતિની ગ્રાંટમાથી રુ. ૧૫ લાખ, કોવિડની એન.એચ.એમ ગ્રાંટમાંથી રુ. ૧ કરોડ, જિલ્લા પંચાયતની કોવિડ ગ્રાંટમાંથી રુ. ૫૦ લાખ એમ વિવિધ સ્ત્રોતમાંથી કુલ ૫ કરોડ અને ૧૫ લાખ રુપિયાની ફાળવણી કરવામાં આવી છે.   
 
અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રએ રક્ષણાત્મક પગલા પણ લીધા છે અને તેથી જ સમગ્ર ગુજરાત રાજ્યમાં રસીકરણમાં અમદાવાદ જિલ્લો પ્રથમ સ્થાને છે. અમદાવાદ જિલ્લામાં આરોગ્યકર્મીઓ, ફ્રંટલાઈન વર્કર તથા ૪૫થી વધુ વર્ષના લોકો એમ કુલ ૪,૧૫,૭૩૩ લોકોનું રસીકરણ કરીને અભૂતપૂર્વ કામગીરી કરી છે.
 
એ જ રીતે અમદાવાદ જિલ્લામાં કોવિડગ્રસ્ત દર્દીઓને રાહત પહોંચે તે માટે સરકારી અને ખાનગી ડેઝીગ્નેટેડ કોવિડ હોસ્પિટલમાં ૮,૪૬૨ રેમડેસિવિર ઈન્જેકશનનું વિતરણ કરવામાં આવ્યું છે.
 
અમદાવાદ જિલ્લામાં કોવિડનું સંક્રમણ અટકે તે માટે ૧૨૩ માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે અને આશા બહેનો દ્વારા  ૧૫,૪૯,૬૭૯ લોકોની આરોગ્યતપાસ કરાઈ છે. તેમ જ આરોગ્ય અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા ૭, ૪૮,૬૫૦ ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments