Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોવિડ ફરજમાં 100 દિવસ પૂરાં કરે તેવા તબીબીઓને આગામી સરકારી ભરતીઓમાં પ્રાથમિકતા અપાશે

કોવિડ ફરજમાં 100 દિવસ પૂરાં કરે તેવા તબીબીઓને આગામી સરકારી ભરતીઓમાં પ્રાથમિકતા અપાશે
, મંગળવાર, 4 મે 2021 (10:34 IST)
દેશમાં વર્તમાન સમયમાં કોવિડ-19 મહામારી સામે પ્રતિક્રિયા આપવા માટે માનવ સંસાધનોની વધી રહેલી માંગની પ્રધાનમંત્રીએ સમીક્ષા કરી હતી. આ સમીક્ષા દરમિયાન સંખ્યાબંધ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા જે કોવિડ સંબંધિત ફરજોમાં તબીબી કર્મચારીઓની ઉપબલ્ધતાને નોંધનીય પ્રમાણમાં વેગ આપશે.
 
NEET-PGની પરીક્ષા ઓછામાં ઓછા ચાર મહિના સુધી મુલતવી રાખવામાં આવશે અને 31 ઑગસ્ટ 2021 પહેલાં તેનું આયોજન થશે નહીં તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને પરીક્ષાનું આયોજન કરવા માટે નિર્ધારિત તારીખની જાહેરાત કર્યા પછી પરીક્ષા લેવાય તે પૂર્વે તૈયારીઓ કરવા માટે ઓછામાં ઓછા એક મહિનાનો સમય આપવામાં આવશે. આનાથી મોટી સંખ્યામાં ક્વોલિફાઇડ ડૉક્ટરો કોવિડની ફરજો માટે ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત થશે.
 
એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, મેડિકલ ઇન્ટર્ન્સને તેમના ઇન્ટર્નશીપ ફેરબદલીના ભાગરૂપે તેમના ફેકલ્ટીની દેખરેખ હેઠળ કોવિડ વ્યવસ્થાપનની ફરજોમાં નિયુક્ત કરવામાં આવશે. ટેલિ-કન્સલ્ટેશન અને કોવિડના હળવા લક્ષણો ધરાવતા દર્દીની દેખરેખ જેવી સેવાઓ પૂરી પાડવા માટે MBBSના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓનો તેમના ફેકલ્ટીની દેખરેખ હેઠળ ઉપયોગ તેમને યોગ્ય દિશાસૂચન આપ્યા પછી કરવામાં આવશે. આના કારણે હાલમાં કોવિડની ફરજોમાં સંકળાયેલા ડૉક્ટરો પરથી કામનાં ભારણમાં ઘટાડો થશે અને ટ્રાયજિંગના પ્રયાસોને વેગ મળશે.
 
PGના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓની (બ્રોડ તેમજ સુપર-સ્પેશિયાલિસ્ટ્સ) રેસિડેન્ટ તરીકે સેવાઓ જ્યાં સુધી PGના વિદ્યાર્થીઓની નવી બેચ ના જોડાય ત્યાં સુધી ચાલુ રહી શકે છે.
 
B.Sc./GNM ક્વોલિફાઇડ નર્સોનો ઉપયોગ વરિષ્ઠ ડૉક્ટરો અને નર્સોની દેખરેખ હેઠળ કોવિડ નર્સિંગની પૂર્ણકાલિન ફરજો માટે કરવામાં આવી શકે છે.
 
જે વ્યક્તિ કોવિડ વ્યવસ્થાપનની કામગીરીમાં સેવાઓ આપવી રહ્યાં હોય તેને કોવિડ ફરજના ઓછામાં ઓછા 100 દિવસ પૂરાં કર્યાં પછી, ભવિષ્યમાં આવનારી નિયમિત સરકારી ભરતીઓમાં પ્રાથમિકતા આપવામાં આવશે.
 
જે મેડિકલના વિદ્યાર્થીઓ/પ્રોફેશનલ્સને કોવિડ સંબંધિત કાર્યોમાં જોડાય તેમનું યોગ્ય રસીકરણ કરવામાં આવશે. આ પ્રકારે સંકળાયેલા તમામ આરોગ્ય પ્રોફેશનલોને કોવિડ-19 સામેની લડાઇમાં જોડાયેલા આરોગ્ય કર્મચારીઓ માટે સરકાર દ્વારા લાવવામાં આવેલી વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવશે.
 
જેઓ કોવિડ ફરજો માટે ઓછામાં ઓછા 100 દિવસ માટે જોડાય અને તે સમયગાળો સફળતાપૂર્વક પૂરો કરે તેવા પ્રોફેશનલોને ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રીનું વિશિષ્ટ કોવિડ રાષ્ટ્રીય સેવા સન્માન આપવામાં આવશે.
 
કોવિડ વ્યવસ્થાપનના મૂળાધારનું નિર્માણ કરતા ડૉક્ટરો, નર્સો અને સંલગ્ન પ્રોફેશનલો પણ અગ્ર હરોળના કર્મચારીઓ છે. પૂરતા દર્દીઓની જરૂરિયાતને સારી રીતે પહોંચી વળવા માટે તેમનું પૂરતા પ્રમાણમાં સંખ્યાબળ હોવું ખૂબ જ આવશ્યક છે. તબીબી સમુદાયે આ સમયમાં કરેલાઅવિરત કામ અને ફરજ પ્રત્યેની તેમની ઊંડી કર્તવ્યનિષ્ઠાની નોંધી લેવામાં આવી છે.
 
કેન્દ્ર સરકાર દ્વારા કોવિડ સંબંધિત ફરજોમાં જોડાયેલા ડૉક્ટરો/નર્સોને સુવિધા પૂરી પાડવાના ઉદ્દેશ સાથે 16 જૂન 2020ના રોજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવી હતી. કોવિડ વ્યવસ્થાપન સંબંધિત સુવિધાઓ અને માનવ સંસાધનમાં વધારો કરવા માટે કેન્દ્ર સરકારે જાહેર આરોગ્ય કટોકટી સહાયતા અંતર્ગત રૂપિયા 15000 કરોડનું વિશેષ ભંડોળ પૂરું પાડ્યું હતું. રાષ્ટ્રીય આરોગ્ય મિશન મારફતે કર્મચારીઓને જોડવા ઉપરાંત, આ પ્રક્રિયા દ્વારા વધુ 2206 તજજ્ઞો, 4685 મેડિકલ ઓફિસરો અને 25,59. સ્ટાફ નર્સોની ભરતી કરવામાં આવી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ધોરણ 10 પરીક્ષા લેવાશે કે નહી? 15 મે લેવાશે નિર્ણય