Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પૈસાની લેણદેણમાં 2002 રમખાણોના આરોપીને હત્યા, પેરોલ પર આવ્યો હતો

પૈસાની લેણદેણમાં 2002 રમખાણોના આરોપીને હત્યા, પેરોલ પર આવ્યો હતો
, મંગળવાર, 4 મે 2021 (08:16 IST)
ગુજરાત રમખાણોના કેસમાં જેલમાં સજા કાપી રહેલા આરોપીની અમદાવાદમાં બે લોકોએ હત્યા કરી દીધી છે. આ કેસ લેણદેણને લઇને લઇને થયેલી એક માથાકૂટનો છે. ગુજરાતમાં રમખાણોના આરોપી કાલૂ ઠાકોર નરોડ પાટિયા હિંસા કેસમાં સજા કાપી રહ્યો હતો. તાજેતરમાં જ તે પેરોલ પર બહાર આવ્યો હતો. પરંતુ રવિવારે પૈસાના ટ્રાંજેક્શનના મામલે બે લોકોએ તેની તિક્ષણ હથિયાર વડે હત્યા કરી દીધી છે. નરોડા પોલીસ સ્ટેશને આ જાણાકારી આપી હતી કે આ બંને આરોપીઓને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. 
 
આ ઘટના કૃષ્ણનગર ચોક પાસે સર્જાઇ રહી. નરોડા પોલીસ સ્ટેશનનના ઇંસ્પેક્ટરે જણાવ્યું હતું કે આ બંને હત્યારાઓની પૈસાની લેણદેણને લઇને ઝઘડો હતો. હત્યાની ઘટનાના સમાચાર મળતાં જ અમે આરોપીઓની ધરપકડ કરી લીધી. તેમાં એક સગીર છે. એક આરોપીની ઓળખ કમલેશ ચુનારાના રૂપમાં કરવામાં આવી છે. 
 
તમને જણાવી દઇએ કે ઠાકોર પર તે ભીડમાં સામેલ હોવાનો આરોપ છે જેણે 97 નિર્દોષ લોકોનો જીવ લીધો હતો. તેમાં મોટાભાગના મુસ્લિમ સમાજના હતા. આ ઘટના અમદાવાદના નરોડ પાટિયા પર વર્ષ 2002માં સર્જાઇ હતી. એટલે ગોધરામાં સાબરમતી એક્સપ્રેસમાં લગાવવામાં આવેલી આગના એક પછી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પેરામેડિકલ સ્ટાફની ઉમદા સેવા જોઈને સુરતના નિવૃત્ત મહિલા પ્રોફેસરે રૂ.1 લાખનો ચેક કર્યો અર્પણ