Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં છેલ્લા ૨૦ મહિનામાં માર્ગ અકસ્માતમાં ૬૭૭ લોકોએ જીવ ગુમાવ્યા

Webdunia
મંગળવાર, 9 ઑગસ્ટ 2022 (14:05 IST)
અમદાવાદ શહેરમાં બેદરકારી પૂર્વક તેમજ ઓવર સ્પીડમાં ચલાવવામાં આવતા વાહનોને કારણ થતા અકસ્માતોમાં ફેટલ અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. જેમાં છેલ્લાં ૨૦ મહિનામાં માર્ગ અકસ્માતમાં ૬૭૭ લોકોના મરણ થયાનો ચોંકાવનારો આંક સામે આવ્યો છે. આ સાથે ગંભીર ઇજા પામેલા વ્યક્તિઓની સંખ્યા પણ વધારે છે. વર્ષ ૨૦૨૧ની વાત કરીએ તો ૪૦૩ લોકોના અને વર્ષ ૨૦૨૨માં અત્યાર સુધીમાં ૨૭૪ લોકોના મરણ થયા છે.

જેમાં અમદાવાદ શહેરના આઇ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સૌથી વધારે ફેટલ અકસ્માતના ગુના નોંધાયા છે.અમદાવાદ શહેરમાં પ્રતિદિન નાના મોટા અકસ્માતો પોલીસ ચોપડે નોંધાતા હોય છે. પરંતુ, ફેટલ એક્સીડેન્ટ એટલે કે જે અકસ્માતમા મરણ થતા હોય તેવી ઘટના પણ વધી રહી છે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ વર્ષ ૨૦૨૧માં કુલ ૪૦૩ લોકોના ફેટલ અકસ્માતમાં મરણ થયા હતા અને વર્ષ ૨૦૨૨માં અત્યાર સુધી ૨૭૪ લોકોના મરણ થયા હતા. છેલ્લાં ૨૦ મહિનાની વાત કરીએ તો કુલ ૬૬૨ ફેટલ એક્સીડેન્ટ થયા હતા. જેમાં કુલ ૬૭૭ લોકોના મરણ થયા છે. જેમાં ૧૦૨ મહિલાઓએ અક્સમાતમાં મરણ થયા હતા.શહેરમાં ટ્રાફિકની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કુલ ૧૪ ટ્રાફિક પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યા હતા. જેમાં વર્ષ ૨૦૨૨માં ૮૪૫ જેટલા અકસ્માતના કેસ નોંધાયા હતા. જેમાં ૨૬૫ ફેટલ અકસ્માતના કેસ હતા. સૌથી વધારે નોંધાયેલા અકસ્માતની વાત કરીએ આઇ ડીવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં નોધાયા હતા. જેમાં ૧૭૦ કેસ પૈકી ૬૩ ફેટલ અકસ્માત હતા.  આઇ ડીવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં અમરાઇવાડી, ખોખરા,નિકોલ, ઓઢવ અને રામોલ વિસ્તારનો સમાવેશ થાય છે. જ્યારે સૌથી ઓછા ફેટલ એક્સીડેન્ટના કેસ એન ડીવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે. જેમાં આનંદનગર, પાલડી અને સેટેલાઇટ પોલીસ સ્ટેશનનની હદમાં આવતા વિસ્તારનો સમાવેશ થાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Bomb Threats: 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની તાજી ધમકી, બોમ્બ ઉડાવવાની તાજી ધમકી, એયર ઈંડિયા, ઈંડિગો, વિસ્તારા, અકાસા પ્રભાવિત

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

મુસ્લિમ સગીરે ભગવાન રામ, માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી

વાવાઝોડું દાના : ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે આજે ત્રાટકવાની સંભાવના, ત્રણ લાખ લોકોને ખસેડાયા

બાબાના આશ્રમમાં 12 વર્ષની છોકરી સાથે દરિંદગી, 65 વર્ષના સેવાદારએ કર્યુ ગંદુ કામ

આગળનો લેખ
Show comments