Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાલનપુરમાં રહેતો 16 વર્ષીય કિશોર ગુલિયન બાર સિન્ડ્રોમથી પીડિત, કિશોરને અમદાવાદ ખસેડાયો

પાલનપુરમાં રહેતો 16 વર્ષીય કિશોર ગુલિયન બાર સિન્ડ્રોમથી પીડિત, કિશોરને અમદાવાદ ખસેડાયો
, મંગળવાર, 9 ઑગસ્ટ 2022 (11:44 IST)
પાલનપુરના મીરાગેટ વિસ્તારમાં રહેતા પરિવારનો 16 વર્ષિય કિશોરના હાથ- પગ અને મગજ સપ્તાહ પહેલા અચાનક કામ કરતાં બંધ થઇ ગયા હતા. પાલનપુરમાં સારવાર શકય ન હોવાથી ગંભીર હાલતમાં અમદાવાદ ખસેડવામાં આવ્યો છે. જ્યાં રિપોર્ટમાં GBS ( ગુલિયન બારી સિન્ડ્રોમ) બીમારી હોવાનું નિદાન થયું છે. બીજી તરફ વડગામ તાલુકાના ફતેગઢમાં પણ એક અઢી વર્ષનું બાળક અને એક કિશોર આ બીમારીમાં સપડાયા હોઇ તેમની સારવાર પણ અમદાવાદ ચાલી રહી છે.

પાલનપુર મીરાગેટ વિસ્તારમાં રહેતા ગુરૂ ગાદીપતિ ગોવિંદભાઇ હિરાલાલ ચૌહાણના પુત્ર ચેતન (ઉ.વ.16)ના હાથ- પગ અને મગજ સપ્તાહ અગાઉ કામ કરવાનું બંધ કરી દીધુ હતુ. અગ્રણીઓ દિલીપભાઇ એન. સોલંકી, ઇશ્વરભાઇ બી. સોલંકી અને નરેશભાઇ બી.વાઘેલાએ જણાવ્યું કે, ચેતન ધોરણ 10માં નાપાસ થયો હતો. કોરોના પછી સતત મોબાઇલ ઉપર ગેમ રમતો હોઇ કદાચ તેના રેડીયેશનથી બીમારી થઇ હોવાનું માની ચેતનને ડીસા, પાલનપુર સિવિલમાં લઇ જવાયો હતો.જોકે, સારવાર શક્ય ન હોઇ અમદાવાદ જીસીએસ મેડીકલ કોલેજ- હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરમાં ખસેડાયો હતો. જ્યાં રિપોર્ટમાં GBS ( ગુલિયન બારી સિન્ડ્રોમ) બીમારી આવી છે. તો બીજી તરફ વડગામ તાલુકાના ફતેગઢના મુકેશભાઇ ભીલનો પુત્ર નિહાલ ( અઢીવર્ષ) તેમજ દેવકરણભાઇ પરમારનો પુત્ર રાકેશ (ઉ.વ.13) બીમારીમાં સપડાયો છે. આ અંગે પ્રદિપભાઇ પરમારે જણાવ્યું હતુ કે, રાકેશ સ્કુલમાંથી આવ્યો ત્યારે પ્રથમ જીભ ચોંટવા લાગી હતી. જે પછી ધીમેધીમે હાથ- પગ કામ કરવાનું બંધ થઇ ગયું હતુ. સવારે એક આંખ ફરી ગઇ હતી.પાલનપુરના ચેતનના પિતા વાલ્મિકી સમાજના ગાદીપતિ છે. સમાજની મદદથી તેમના પરિવારનું ગુજરાન ચાલે છે. બે પુત્રો અને એક પુત્રી પૈકી ચેતન અચાનક બિમાર પડતાં સાત દરવાજા વિસ્તારના સમાજના અગ્રણીઓ રમેશભાઇ રેવાભાઇ કુંવારીયા, યોગેશભાઇ પુરબીયા સહિત લોકોએ ફાળો ઉઘરાવ્યો હતો. તેમજ પાંચ યુવાનો લોહી આપવા અમદાવાદ જાય છે. આ બીમારીની સારવાર ખુબ જ ખર્ચાળ છે. દિવસના ત્રણ આઇ. વી. એમ. ઇન્જેકશન પાંચ દિવસ આપવામાં આવે છે. જેમાં રૂપિયા 3 થી 5 લાખનો ખર્ચ થાય છે.અન્ય રીતે દર્દીનું લોહી બદલીને પણ તેને સારવાર આપી શકાય છે. જેમાં ડાયાલીસીસ મશીન દ્વારા દર્દીનું લોહી પીળા અને લાલ ભાગમાં અલગ કરવામાં આવે છે. જે ભાગમાં વાઈરસ મળે તે ભાગ રક્તદાન દ્વારા દર્દીને આપી લોહીના પ્લાઝમામાં દર્દીને આપવામાં આવે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જામનગરમાં તાજિયાનાં જુલૂસ દરમિયાન વીજ કરંટ લાગવાથી બે યુવકનાં મૃત્યુ