rashifal-2026

RajkoT Coronavirus- ઇંગ્લેન્ડથી આવેલા 19 વર્ષીય યુવકને કોરોના શંકાસ્પદ, તાપી જિલ્લામાં આવેલા 14 NRI દેખરેખ હેઠળ

Webdunia
મંગળવાર, 17 માર્ચ 2020 (12:52 IST)
ઇંગ્લેન્ડથી આવેલા 19 વર્ષીય યુવકને કોરોના શંકાસ્પદ, તાપી જિલ્લામાં આવેલા 14 NRI દેખરેખ હેઠળ
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોરોના વાઇરસનો વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો છે. ઇંગ્લેન્ડના નોટિંગહામ શહેરથી પરત ફરેલા 19 વર્ષીય યુવકને કોરોના વાઇરસ શંકાસ્પદ જણાયો હતો. આથી નમૂના લેવામાં આવ્યા છે અને પરીક્ષણ માટે અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. ત્યારે યુવાનનો રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે યુવકની અંદર પોઝિટિવ કોરોના વાયરસના લક્ષણો છે કે કેમ? બીજી તરફ જામનગર જીજી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબને સ્વાઇન ફ્લૂ પોઝિટીવ આવ્યો છે. તેમજ પોરબંદરના માધવપુર ઘેડમાં વર્ષોથી યોજાતો 5 દિવસીય મેળો રદ કરવામાં આવ્યો છે. રાજકોટ જેલના કેદીઓને વીડિયો કોન્ફરન્સ મારફત કોર્ટમાં હાજરી કે કાનૂની કાર્યવાહી માટેના પ્રયાસો હાથ ધરાયા છે.   તાપી જિલ્લામાં કોરોના વાયરસ સામે વ્યાપક અને સંકલિત તકેદારી માટે તંત્ર ગંભીરતા દાખવી રહ્યું છે. તાજેતરમાં વિદેશમાંથી આવેલા 14 NRI ઓ આવ્યા હોવાની આરોગ્ય તંત્રને જાણ થતાં જરૂરી ચકાસણી કરી હતી. એક એનઆરઆઇના સેમ્પલને ટેસ્ટમાં મોકલાયું હતું, જેનો રીર્પોટ નેગેટિવ આવ્યો છે. જોકે, તાપી જિલ્લા આરોગ્ય વિભાગ 14 એનઆરઆઈ સાથે સતત સંપક માં રહેશે. વાયરસની ગંભીરતા ને ધ્યાને રાખી જિલ્લા વહીવટી અને આરોગ્ય તંત્ર કોઈ રિસ્ક લેવા માગતું નથી. કોઈ અરાજકતા ન ફેલાય એ માટે કામગીરી હાથ ધરાઈ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આજની રેસિપી - લસણના સ્વાદિષ્ટ અને ક્રિસ્પી પરાઠા

રસોડામાં કૉકરોચ થી છુટકારો મેળવવાનાં 5 અસરદાર ઉપાય, ૩ નબર તો કમાલનું કરે છે કામ

કોર્ન સાગ રેસીપી

Besan For Beauty- 5 રીતે ચહેરા પર ચણાનો લોટ લગાવો, 1 મહિનામાં ગોરી અને ચમકતી ત્વચા મેળવો...

Kids story- ગોલીની પસંદ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - પંડિત

ગુજરાતી જોક્સ - ખૂબ યાદ ન કરવું

ગુજરાતી જોક્સ - તે કોણ છે

ગુજરાતી જોક્સ - મોડો કેમ થયો

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

આગળનો લેખ
Show comments