Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજકોટમાં ભાજપના નેતા ‘આપ’માં જોડાશે, ઈન્દ્રનિલ રાજ્યગુરુની ઘરવાપસીની ચર્ચાઓ

રાજકોટમાં  ભાજપના નેતા ‘આપ’માં જોડાશે, ઈન્દ્રનિલ રાજ્યગુરુની ઘરવાપસીની ચર્ચાઓ
, સોમવાર, 2 માર્ચ 2020 (14:36 IST)
રાજકોટ કોર્પોરેશનની ચૂંટણી નજીકમાં છે ત્યારે રાજકીય પાર્ટીઓમાં ગતિવિધિ પણ તેજ થઇ છે. રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નેતા અને મહાનગરપાલિકા પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એવા રાજભા ઝાલા આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી પૂરેપૂરી શક્યતા છે.  
એક સમયે રાજભા ભાજપથી નારાજ થયા હતા અને રાજીનામું ધરી દીધું હતું. ગત અઠવાડિયે અમદાવાદ ખાતે રાજભા ઝાલાએ આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આગામી સમયમાં દિલ્હી ખાતે પણ તેમને બોલાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. 
બીજી તરફ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ પણ ઘર વાપસી કરે તેવી શક્યતા છે. ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ જણાવ્યું હતું કે, હું કોંગ્રેસની સામે નહીં સાથે જ છુ, કોંગ્રેસમાં જોડાવાની હાલ કોઇ વાત નથી. પરંતુ કોંગ્રેસ સારી જ પાર્ટી છે. લોકોની લાગણી સાથે રહેવું જોઇએ. આજે પણ હું કોંગ્રેસી જ છું. હાલ કોઇ જોડાવાની વાત નથી. 
ભાજપથી લોકો થાકી ગયા છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુને ગત અઠવાડિયે જ પાર્ટીના એક જૂથે વાપસી અંગે રજૂઆત કરી હતી.  કોંગ્રેસનું એક જૂથ પાર્ટીને ઇન્દ્રનીલની ઘરવાપસી કરાવવા માટે રજૂઆત કરી રહ્યું છે, તો બીજી ઇન્દ્રનીલની ઘરવાપસી ન થાય તે માટે પણ રજૂઆત કરી રહ્યું છે. ત્યારે આગામી સમયમાં રાજકોટ શહેર કોંગ્રેસમાં ઇન્દ્રનીલની વાપસી થાય છે કે કેમ તે જોવાનું રહેશે.
 
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં વધેલી ગુનાખોરી મુદ્દે વિધાનસભામાં પડઘા પડ્યાં, જાણો ગુનાખોરીના આંકડાઓ