Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચંદ્રયાન-3 ફરી શરૂ! પ્રજ્ઞાને બહુ મોટી શોધ કરી; ચંદ્ર પર નવું પરાક્રમ

Webdunia
સોમવાર, 23 સપ્ટેમ્બર 2024 (14:17 IST)
ભારતમાં ચંદ્રયાન-4 મિશનને સરકારે મંજૂરી આપી દીધી છે. આ માટે વૈજ્ઞાનિકોએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. આ દરમિયાન ચંદ્રયાન-3એ પણ કામ ચાલુ રાખવાનો સંકેત આપ્યો છે. સપ્ટેમ્બર 2023 માં ગાઢ નિંદ્રામાં ગયેલા વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર હજુ એક વર્ષ સુધી કામ કરીને પૃથ્વી પર માહિતી મોકલવામાં વ્યસ્ત છે.
 
સમાચાર એ છે કે હવે પ્રજ્ઞાને ચંદ્રની સપાટી પર એક વિશાળ ખાડો શોધી કાઢ્યો છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પરથી પ્રજ્ઞાન દ્વારા મોકલવામાં આવેલા ડેટાએ નવા પ્રાચીન ક્રેટર્સ જાહેર કર્યા છે. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ આ ખાડો 160 કિલોમીટર પહોળો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ચંદ્રયાન-3 ની લેંડીંગ સાઈટની નજીક  જ છે.

આને લગતી માહિતી ફિઝિકલ રિસર્ચ લેબ, અમદાવાદના વૈજ્ઞાનિકો દ્વારા પ્રકાશિત સાયન્સ ડાયરેક્ટમાં ઉપલબ્ધ છે. અહેવાલ મુજબ, એવું માનવામાં આવે છે કે આ ખાડો દક્ષિણ-ધ્રુવ એટકીન બેસિનની રચના પહેલા પણ બન્યો હશે. ખાસ વાત એ છે કે દક્ષિણ ધ્રુવ-એટકીન બેસિન સૌથી મોટું છે અને એક જૂનું ઈમ્પેક્ટ બેસિન છે. પ્રજ્ઞાન રોવર દ્વારા લેવામાં આવેલી તસવીરોમાં આ પ્રાચીન ખાડોની રચના વિશે પણ માહિતી આપવામાં આવી છે, જે ચંદ્ર વિશે ઘણી મહત્વપૂર્ણ સંકેતો આપી શકે છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતમાં 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ, જાણો ક્યા પડશે મુશળધાર વરસાદ

અમદાવાદઃ માત્ર રૂ. 1,111માં ફ્લાઇટની ટિકિટ

લેબનોનમાં ઍર સ્ટ્રાઇક કર્યા બાદ ઇઝરાયલી સૈન્ય અંદર ઘૂસવાની તૈયારી કરી રહ્યું છે.

નેશનલ હાઈવે પર ચાલુ કારમાં 6 યુવાનો સાથે નિવસ્ત્ર હતી યુવતી, નીકળી વૈશ્યાવૃતિ

કાશ્મીરી યુવક પાકિસ્તાની પ્રભાવકને મળવા જતો હતો, ગૂગલ મેપ દ્વારા પહોંચ્યો ગુજરાત; પકડાયો

આગળનો લેખ
Show comments