Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાળકીઓ સાથે બળાત્કાર કરનારાઓને હવે થશે ફાંસી, જાણો શુ છે POCSO એક્ટ

Webdunia
શનિવાર, 21 એપ્રિલ 2018 (16:06 IST)
12 વર્ષ સુધીની વયના બાળકો-બાળકીઓ સાથે બળાત્કાર કરનારાઓને હવે ફાંસીની સજા આપવામાં આવશે.  મોદી સરકારે નાની બાળકીઓ વિરુદ્ધ અપરાધ રોકવા માટે આ કડક પગલું ઉઠાવ્યુ છે. કેબિનેટે બાળકીઓ સાથે રેપ કરનારાઓને મોતની સજા સંબંધી અધ્યાદેશને મંજૂરી આપી છે.    આ મામલે તપાસનુ કામ 3 મહિનામાં પુરૂ કરવુ પડશે.  વિદેશથી પરત ફર્યા પછી મોદીએ બે મહત્વપૂર્ણ અધ્યાદેશ પર ચર્ચા કરવા માટે કૈબિનેટની વિશેષ બેઠક બોલાવી. એક અધ્યાદેશ નાની બાળકીઓ સાથે રેપ કરનારાઓને મૃત્યુદંડ સંબંધિત હતો. બીજો અધ્યાદેશ શંકાસ્પદ  અપરાધીઓની સંપત્તિ જપ્ત કરવાની જોગવાઈ સંબંધિત હતો. જે અપરાધી દેશમાંથી ભાગી ગયા હોય. ઉન્નવ અને કઠુઆમાં તાજેતરમાં જ બાળકીઓ સાથે થયેલા દુષ્કર્મની ઘટનાઓથી દેશભરમાં રોષ પ્રગટ કરવામાં આવ્યો છે અને આ માંગ કરવામાં આવી છે કે એવો કાયદો બનાવવામાં આવે જેનાથી દોષીઓને મોતની સજા અનિવાર્ય બને. 
જાણો શુ છે POCSO એક્ટ 
 
1. 18 વર્ષથી ઓછી વયથી નાના બાળકો સાથે કોઈપણ પ્રકારનો સેક્સુઅલ વ્યવ્હાર આ કાયદાનાના દાયરામાં આવે છે.  આ કાયદો છોકરો હોય કે છોકરી બંને માટે એક સમાન છે. 
 
2. 2012માં બનેલ આ કાયદા હેઠળ જુદા જુદા અપરાધ માટે જુદી જુદી સજા નક્કી કરવામાં આવી છે. 
 
3. આ એક્ટ હેઠળ બાળકોને સેક્સુઅલ અસોલ્ટ, સેક્સુઅલ હૈરેસમેંટ અને પોર્નોગ્રાફી જેવા અપરાધોથી પ્રોટેક્ટ કરવામાં આવે છે. 
 
4. પોક્સો કાયદા હેઠળ બધા અપરાધોની સુનાવણી એક વિશેષ કોર્ટ દ્વારા કૈમરાની સામે બાળકોના માતા પિતા કે જે લોકો પર બાળક વિશ્વાસ કરે છે તેની હાજરીમાં સુનાવણીની જોગવાઈ છે. 
5. જો કોઈ વ્યક્તિ કોઈ બાળકના શરીરના કોઈપણ ભાગમાં પ્રાઈવેટ પાર્ટ નાખે છે તો આ સેક્શન-3 હેઠળ અપરાધ છે. આ માટે ધારા 4માં સજા નક્કી કરવામાં આવી છે. 
 
6. જો અપરાધીએ કંઈક એવો અપરાધ કર્યો છે જે બાળ અપરાધ કાયદા ઉપરાંત કોઈ બીજા કાયદામાં પણ અપરાધ છે તો અપરાધીને સજા એ કાયદા હેઠળ થશે જે સૌથી સખત હોય. 
 
7. જો કોઈ વ્યક્તિ કોઈ બાળકના પ્રાઈવેટ પાર્ટને ટચ કરે છે કે પછી પોતાના પ્રાઈવેટ પાર્ટને બાળક દ્વારા ટચ કરાવે છે તો ધારા-8 હેઠળ સજા થશે. 
 
8. જો કોઈ વ્યક્તિ બાળક સામે સેક્સુઅલ હરકત કરે છે કે પછી આવુ કરવાનુ કહે છે, પોર્નોગ્રાફી બતાવે છે તો 3 વર્ષથી લઈને ઉમરકેદ સુધીની સજા થશે. 
 
9. આ અધિનિયમમાં એ પણ જોગવાઈ છે કે જો કોઈ વ્યક્તિ એ જાણે છે કે કોઈ બાળકનુ યૌન શોષણ થયુ છે તો તેણે તે અંગેની રિપોર્ટ નિકટના પોલીસ મથકમાં આપવી જોઈએ. જો તે એવુ નથી કરતો તો તેને છ મહિનાની જેલની સજા થઈ શકે છે. 
 
10. અધિનિયમમાં એવુ પણ કહેવામાં આવ્યુ છે કે બાળકોના યૌન શોષણનો મામલો બનાવ બનવાની તારીખથી એક વર્ષથી અંદર જ નિપટાવી લેવો જોઈએ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હિતેન કુમાર અને કાજલ ઓઝા વૈદ્ય દ્વારા અભિનિત ગુજરાતી ફિલ્મ ‘તારો થયો 17 જાન્યુઆરીએ રીલિઝ થશે

Baidyanath Jyotirlinga Temple- વૈદ્યનાથ જ્યોતિર્લિંગ

ગુજરાતી જોક્સ - લંડનમાં કામ કરે છે

ગુજરાતી જોક્સ - સારું ભોજન મળશે

ગુજરાતી જોક્સ - કંજૂસ મિત્રો

વધુ જુઓ..

નવીનતમ

શિયાળામાં આ ઉંમરના લોકોએ રહેવું સાવધ, નહિ તો બની જશો હાર્ટ એટેકનાં શિકાર, જાણો કેવી રીતે પોતાની બચવું

રામાયણની વાર્તા - લક્ષ્મણજી 14 વર્ષ સુધી ઉંઘ્યા નથી

mutton nihari - ઘરે કેવી રીતે બનાવીએ દિલ્હીની પ્રખ્યાત મટન નિહારી

Gota Patti Sarees : આ Festive Season માટે છે એક પરફેક્ટ ચૉઈસ

મૃત્યુ પછી મૃત વ્યક્તિના મોંમાં સોનું શા માટે મૂકવામાં આવે છે?

આગળનો લેખ