વેલેંટાઈન ડે પર શુ ભગત સિંહને ફાંસી થઈ હતી કે પછી તેમને ફાંસીની સજા સંભળાવી હતી ? સોશિયલ મીડિયા પર આ વિષય પર વિવાદ ચાલી રહ્યો છે
હકીકત એ છે કે ભગતસિંહને ન તો વેલેન્ટાઈન ડે પર ફાંસી થઈ હતી કે ન તો તેમને આ તારીખે ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. પણ છેલ્લા કેટલાક વર્ષોથી આ અફવા ફેલાવીને 14 ફેબ્રુઆરીના દિવસે વેલેન્ટાઈન દિવસનો બહિષ્કાર કરવા અને માતૃ-પિતૃ પૂજન મનાવવાની અપીલ પરવાન ચઢી છે.
દસ્તાવેજોનુ માનીએ તો શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂ વિરુદ્ધ ચલાવેલ મામલાની ટ્રાયલ 5 મે 1930ના રોજ શરૂ થઈ અહ્તી અને તેમને 7 ઓક્ટોબર 1930ના રોજ ફાંસીની સજા સંભળાવી હતી. આ ત્રણેય નવયુવાનોને 23 માર્ચ 1931ના રોજ ફાંસી આપવામાં આવી હતી.
હા 13 ફેબ્રુઆરીની તારીખ સાથે ભગત સિંહનો સંબંધ જરૂર છે. આ દિવસે હિન્દુસ્તાન ટાઈમ્સમાં 13 ફેબ્રુઆરી 1930ના રોજ તેમનો એક પત્ર જરૂર પ્રકાશિત થયો છે. પાઠકો માટે ભગસિંહનો આ પ્રાસંગિક પત્ર અમે ભગતસિંહ અને તેમના મિત્રોના દસ્તાવેજ પરથી સાભાર પ્રસ્તુત કરી રહ્યા છીએ.
સ્પેશ્યલ મેજીસ્ટ્રેટ લાહોરના નામ
દ્વારા સુપરિટેન્ડંટ સેંટ્રલ જેલ લાહોર
11 ફેબ્રુઆરી 1930
મિસ્ટર મેજીસ્ટ્રેટ,
4 ફેબ્રુઆરી 1930ના સિવિલ એંડ મિલિટ્રી ગઝટમાં પ્રકાશિત તમારા નિવેદનના સંબંધમાં આ જરૂરી લાગે છે કે અમે તમારી કોર્ટમાં ન આવવાના કારણો સાથે તમને પરિચિત કરાવીએ જેથી કોઈ ગેરસમજ અને ખોટુ પ્રસ્તુતિ શક્ય ન બને.
પહેલા અમે એ કહેવા માંગીશુ કે અમે અત્યાર સુધી બ્રિટિશ કોર્ટનો બોયકોટ કર્યો નથી. અમે મિ. લુઈસની કોર્ટમાં જઈ રહ્યા છીએ જે અમારા વિરુદ્ધ જેલ એક્ટ ધારા 22ના હેઠળ કેસની સુનાવણી કરી રહ્યા છે. આ ઘટના 29 જાન્યુઆરીના રોજ તમારી કોર્ટમાં બની હતી. લાઓર ષડયંત્ર કેસ સંબંધમાં આ પગલુ ઉઠાવવા માટે અમને વિશેષ પરિસ્થિતિઓએ મજબૂર કર્યા છે. અમે શરૂઆતથી જ અનુભવ કરીએ છીએ કે કોર્ટના ખોટા વલણ દ્વારા કે જેલ અથવા અન્ય અધિકારીઓ દ્વારા અમારા અધિકારોની સીમા ક્રોસ કરીને અમને સતત જાણીજોઈને પરેશાન કરવામાં આવી રહ્યા છે.
ભગતસિંહનો એ આખો પત્ર આ મુજબનો છે