Webdunia - Bharat's app for daily news and videos

Install App

Top 10 Gujarati News - ટોપ 10 ગુજરાતી સમાચાર

Webdunia
બુધવાર, 28 ડિસેમ્બર 2016 (11:23 IST)
કાનપુર પાસે અજમેર-સિયાલદાહ એક્સપ્રેસ ટ્રેનના 15 ડબ્બા પાટા પરથી ઉતર્યા 
 
કાનપુર નજીક આજે સવારે 12988 અજમેર-સીયાલદહ એકસપ્રેસ ટ્રેનના 15 ડબ્બા પાટા ઉપરથી ઉતરી જતા બે વ્યકિતના મોત થયા છે અને 48  લોકોને ઇજા થઇ છે. આ અકસ્માત સવારે 5.30  કલાકે થવા પામ્યો હતો. આ અકસ્માત રૂડા સ્ટેશન પર થયો હતો. ટ્રેનના બે ડબ્બા નહેરમાં ગબડી પડયા હતા. કાનપુર પાસે થોડા દિવસ પહેલા પણ રેલ્વે અકસ્માત થયો હતો. આ અકસ્માત કાનપુરથી 50 કિ.મી. દુર થયો હતો. અકસ્માત બાદ દિલ્હી-હાવડા રૂટ બંધ કરી દેવાયો છે. 
 
માઉંટ આબુમાં ઠંડીનો પારો 4 ડિગ્રી પર પહોંચ્યો 
 
રાજસ્થાનના કેટલાક હિસ્સામાં રાતના ઉષ્ણતામાનમાં મોટો ઘટાડો થયો હતો અને 3.7 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ ઉષ્ણતામાન સાથે શ્રીગંગાનગર રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ બન્યુ હતુ. માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ચાર ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયો હતો. જયપુર   ,કોટા, બાડમેર અને જેસલમેરમાં લઘુતમ તાપમાન અનુક્રમે 9.3, 10.6, 11.8 અને 12.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતું.
 
અગ્નિ 5 ની સફળતા પછી હવે ભારતની વધુ એક છલાંગની તૈયારીમાં, અગ્નિ-6 પર જોરશોરથી કામ ચાલુ 
 
નવી દિલ્હી- પરમાણુ હથિયારોથી લેસ આંતરખંડિય મિસાઇલ અગ્નિ-5ના સફળ પરીક્ષણ બાદ ભારત હવે મિસાઈલ ક્ષેત્રમાં એક વધુ મોટી છલાંગ મારવાની તૈયારી કરી રહ્યું છે. અગ્નિ -5 બાદ હવે અગ્નિ-6 પર પણ જોરશોરથી કામ થઈ રહ્યું છે.ભારત દ્વારા વિકસાવવામાં આવતી આ મિસાઇલ પોતાની સાથે એકથી વધુ હથિયાર લઈ જવામાં સક્ષમ હશે. એટલે કે એકથી વધુ ટાર્ગેટ પર એક જ મિસાઇલથી હુમલો કરી શકાશે
 
યૂપી, પંજાબ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણી તારીખોનુ આજે થઈ શકે છે એલાન. ચૂંટણી આયોગની તૈયારીઓ પૂરી 
 
નવી દિલ્હી. પાંચ રાજ્યો (ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર) માં વિધાનસભા ચૂંટણીની તારીખોનુ એલાન બુધવારે કરી શકાય છે.  સૂત્રો મુજબ ચૂંટણી કાર્યક્રમની બાબત ચૂંટણી આયોગની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ચૂંટણી તારીખોની આજે સાંજ સુધી જાહેરાત થઈ શકે છે શક્ય છે કે યૂપીમાં સાત ચરણોમાં અને બાકી ચાર રાજ્યોમાં ચૂંટણી કરાવવામાં આવશે 
 
અમેરિકન મહિલા પર ગેંગરેપ કરનારા 4ની ધરપકડ 
 
ન્‍યુ દિલ્‍હીઃ માર્ચ 2016માં ભારતના પ્રવાસે આવેલી અમેરિકન મહિલા ઉપર ગેંગરેપ કરવાની ફરિયાદ નોંધાઇ હતી. જેના અનુસંધાને ન્‍યુ દિલ્‍હી પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. અમેરિકન મહિલા જે હોટલમાં ઊતરી હતી તેના ગ્રાઉન્‍ડ ફલોરમાં CCTV કેમેરા નહીં હોવાથી તેના ઉપર થયેલા સામુહિક બળાત્‍કારના ફોટાઓ ઉપલબ્‍ધ નહીં હોવા છતાં પોલીસ ડીપાર્ટમેન્‍ટએ હોટલના રજીસ્‍ટરના આધારે તથા મહિલાના રૂમમાં જનાર સૌપ્રથમ કર્મચારીની કેફિયતના આધારે ચારે આરોપીઓની ધરપકડ કરી હતી 
 
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 73 % મતદાન
 
ગઈકાલની મતદાન પ્રક્રિયામાં કુલ 1,47,749 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થઈ ગયા છે. મળતી માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં સરેરાશ 73 % મતદાન થયું છે. રાજ્યના તમામ જિલ્લામાં એકંદરે શાંતિપૂર્ણ મતદાન થયું હતું. 29મી ડિસેમ્બરે મત ગણતરી હાથ ધરાશે. ભાજપ અને કોંગ્રેસ બંને માટે આ ચૂંટણીજંગ ખરાખરીનો બની રહેવાનો છે. સૌપ્રથમ વખત પંચાયતની ચૂંટણીમાં મતદાર નોટાનો ઉપયોગ કરાયો હતો. 

MP ના પૂર્વ સીએમ સુંદરલલ પટવાનુ નિધન 
 
નવી દિલ્હી. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી સુંદરલાલ પટવાનુ 92 વર્ષની વયે નિધન થઈ ગયુ. સુંદરલાલ પટવા મધ્યપ્રદેશમાં પ્રથમ બીજેપી સરકારમાં સામેલ રહ્યા હતા. લાંબા સમયથી બીમાર રહેલ પટવાને બુધવારે હાર્ટ અટેક આવ્યો જેને કારણે તેમનુ પ્રાઈવેટ હોસ્પિટલમાં અવસાન થઈ ગયુ.  તેઓ 20 જૂન 1980થી 17 ફેબુઆરી 1980 સુધી પ્રથમવાર મુખ્યમંત્રી રહ્યા. ત્યારબાદ પટવા 5 માર્ચ 1990થી 15 ડિસેમ્બર 1992 સુધી બીજીવાર મપ્રના મુખ્યમંત્રી બન્યા. પટવાનો 11 નવેમ્બર 1924ના રોજ જન્મ થયો હતો. 

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments