Webdunia - Bharat's app for daily news and videos

Install App

MP માં ટોયલેટમાં એક હોસ્પિટલ - ભોપાલમાં બિલ્ડિંગ ન મળી તો ટોયલેટમાં ખોલ્યુ સંજીવની ક્લીનિક, કેન્દ્રએ કર્યા વખાણ, દર મહિને આવે છે 2 હજાર દર્દી

Webdunia
બુધવાર, 9 ફેબ્રુઆરી 2022 (21:13 IST)
MP માં એક હોસ્પિટલ એવુ પણ છે જે સુલભ શૌચાલય કોમ્પલેક્સમાં ચાલી રહ્યુ છે. ઝૂપડપટ્ટી વચ્ચે આ હોસ્પિતલમાં દર્દીઓને પેપરલેસ ઓપીડી કેસથી લઈને ડોક્ટરની પ્રિસ્કિપ્શન પણ મોબાઈલ પર મળે છે. આ રાજધાની ભોપાલનુ મોડલ હોસ્પિટલ છે.  ન્યૂ માર્કેટથી એક કિલોમીટરના અંતર પર રોશનપુરા સંજીવની ક્લીનિક વર્ષ 2020માં શરૂ કરવામાં આવ્યુ હતુ. શરૂઆતના સમયમાં દર્દીઓ અહી આવતા અચકાતા હતા, પણ હવે અહી દરમહિને દોઢ થી બે હજાર દર્દીઓ OPD માં આવી રહ્યા છે. આ ક્લીનીક માટે શરૂઆતમાં બિલ્ડિંગ મળી નહોતી રહી. સ્થાનીક જનપ્રતિનિધિઓએ બંદ પડેલા સુલભ શૌચાલય કોમ્પ્લેક્સને રેનોવેટ કરી અહી ક્લીનિક શરૂ કરાવ્યુ. દરદીઓની વધતી સંખ્યા અને સારા રિસ્પોન્સ પછી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ઓફિસર આ હોસ્પિટલના વખાણ કરી ચુક્યા છે. 
 
જ્યારે પોસ્ટિંગ થઈ ત્યારે થોડુ વિચિત્ર લાગ્યુ, હવે નથી લાગતુ -  ડોક્ટર
 
સંજીવની ક્લિનિકના ઈન્ચાર્જ ડો.લલીમા ગુપ્તાએ જણાવ્યું કે, સવારે 9 થી 4 વાગ્યા સુધી ઓપીડીમાં સામાન્ય રોગો, બ્લડપ્રેશર, સુગર ચેકઅપ માટે આવતા દર્દીઓ. મહિલાઓ અને બાળકો ANC, PNC ટેસ્ટની સારવાર લઈ રહ્યા છે. અગાઉ પોસ્ટિંગ થયું ત્યારે તે થોડું વિચિત્ર લાગતુ હતું, પરંતુ હવે દર્દીઓનો પ્રતિસાદ જોઈને સારું લાગે છે.
 
સંજીવની ક્લિનિક ઝૂંપડપટ્ટીની વચ્ચે છે 
 
દર્દીએ કહ્યું- હવે એવું નથી લાગતું કે અહીં શૌચાલય હતું, સંજીવની ક્લિનિકમાં સારવાર માટે આવેલી આતિશાએ કહ્યું કે આ હોસ્પિટલ શરૂ થતાં હવે અમારે દૂર નથી જવું પડતુ. ઘરની નજીકની સારવાર ભીડ વગર કરવામાં આવે છે. અગાઉ અહીં શૌચાલય હતું, પરંતુ ઘણા વર્ષો પહેલા તે પણ બંધ થઈ ગયુ છે. અહીં એટલી બધી ગંદકી પડી હતી કે આસપાસથી પસાર થવું મુશ્કેલ હતું. હવે એવું નથી લાગતું કે આ એ જ જગ્યા છે જ્યાં એક સમયે સુલભ શૌચાલય હતું.
 
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવે  કર્યા વખાણ
 
ગયા વર્ષે 26 નવેમ્બરે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ ડૉ. હરમીત સિંહ મધ્યપ્રદેશની મુલાકાતે ગયા હતા. તેઓ રોશનપુરા સંજીવની ક્લિનિકનું નિરીક્ષણ કરવા ગયા હતા. અહીં રાખવામાં આવેલા રજિસ્ટરમાં ડૉ.હરમીતે વ્યવસ્થાના વખાણ લખ્યા. ભોપાલ જિલ્લાના કાયાકલ્પ કાર્યક્રમના પ્રભારી ડૉ. હર્ષિતા સિંહે પણ આ હોસ્પિટલની વ્યવસ્થા અંગે રાજ્ય સરકારને ભલામણ કરી છે.
 
સંજીવની ક્લિનિકમાં મળનારી 12  સેવાઓ 
 
- ઈમરજન્સી સર્વિસ
-  ઓપીડી સર્વિસ
-  માતા આરોગ્ય સર્વિસ
-  નવજાત અને બાળ આરોગ્ય સર્વિસ
-  કુટુંબ કલ્યાણ સર્વિસ
-  બાળ અને કિશોર આરોગ્ય સેવાઓ
-  આંખ અને નાક-કાન-ગળા (ENT)સર્વિસ
-  ઓરલ હેલ્થ (સ્ક્રીનિંગ, કાઉન્સલિંગ) સર્વિસ
-  માનસિક બીમારી  સર્વિસ (સ્ક્રીનિંગ)
-  વૃદ્ધજન અને પૈલિએટિવ કેયર
-  રેફરલ સર્વિસ

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments