Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચારધામ યાત્રા માટે ઉમટી પડી ભક્તોની ભીડ, 20 લાખ લોકો લાઈનમાં, જાણો કેવી રીતે કરાવશો રજીસ્ટ્રેશન

Webdunia
સોમવાર, 5 જૂન 2023 (08:27 IST)
ઉત્તરાખંડમાં આવેલા ચારધામનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. હવે અહીં માત્ર હિંદુઓ જ નહીં પરંતુ તમામ ધર્મના લોકો દર્શન માટે આવે છે. લોકો ચાર ધામની મુલાકાત લેવા માટે ઘણા મહિનાઓ સુધી રાહ જુએ છે, ત્યારે જ તેમને ક્યાંક દર્શન કરવાનો અને પૂજા કરવાની તક મળે છે. ચારધામમાં પણ કેદારનાથના દર્શન કરવા લોકો ખૂબ જ ઉત્સુક છે. જેના પરિણામે આ વર્ષે ચારધામ યાત્રાના યાત્રિકોની સંખ્યા 20 લાખને પાર પહોંચી ગઈ છે.
 
4 જૂન સુધી 40 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું
 
ઉત્તરાખંડ સરકાર દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર 4 જૂન સુધી 40 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. સરકારના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં સૌથી વધુ 7.13 લાખ શ્રદ્ધાળુઓ બાબા કેદારનાથના દર્શન કરી ચૂક્યા છે. ભીડને કાબૂમાં રાખવા માટે કેદારનાથ ધામ યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન 15 જૂન સુધી બંધ કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડના ચાર ધામ, બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની યાત્રા 22 એપ્રિલથી શરૂ થઈ ગઈ છે.
 
ચારધામ યાત્રા માટે ક્યાં રજીસ્ટ્રેશન કરાવવું
 
- ચાર ધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને રીતે કરી શકાય છે.
- ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે આધાર વેબસાઈટ www.registrationandtouristcare.uk.gov.in પર જાવ. 
- સાથે જ ઑફલાઇન નોંધણી માટે ચારધામ યાત્રાના રૂટમાં ઘણા રજીસ્ટ્રેશન કાઉન્ટર આવેલા છે.
 
ચારધામ યાત્રા માટે જરૂરી દસ્તાવેજો
 
- આધાર કાર્ડ, મતદાર ઓળખ કાર્ડ, પાન નંબર, ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા પાસપોર્ટ
- ટ્રાવેલ ઈ-પાસ, ટ્રાવેલ પરમિટ અથવા રજીસ્ટ્રેશન કાર્ડ
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
-  સાચો મોબાઈલ નંબર
- યાત્રાળુઓ ચારધામ યાત્રા રજીસ્ટ્રેશન કાર્ડનો ઉપયોગ કરીને ભોજન અને રહેઠાણ જેવી વિવિધ વિશેષ સુવિધાઓ પણ પસંદ કરી શકે છે.
 
ચાર ધામ યાત્રા 2023 માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?
 
- સૌ પ્રથમ ચારધામ યાત્રાની સત્તાવાર વેબસાઇટ www.registrationandtouristcare.uk.gov.in ની મુલાકાત લો.
- તે પછી રજીસ્ટર/લોગિન પર ક્લિક કરો.
- હવે ત્યાં નામ, ફોન નંબર જેવી માહિતી આપીને તમે ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવી શકો છો.
- આ ઉપરાંત touristcareuttarakhand એપ ડાઉનલોડ કરી શકાય છે, જ્યાંથી માહિતી તમારી આપીને સરળતાથી રજીસ્ટ્રેશન કરી શકો છો 
- તમે ટોલ ફ્રી નંબર 01351364 પર પણ આ વિશે માહિતી મેળવી શકો છો.
- મેસેજિંગ એપ વોટ્સએપ દ્વારા ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન
- વોટ્સએપ દ્વારા રજીસ્ટ્રેશન કરવા માટે તમારે યાત્રા ટાઈપ કરીને 8394833833 નંબર પર મોકલવાની રહેશે.
- આ પછી ત્યાંથી કેટલાક પ્રશ્નો પૂછવામાં આવશે, તમારે બધા પ્રશ્નોના જવાબ આપવાના રહેશે.
- જવાબ આપીને, તમે WhatsApp દ્વારા સરળતાથી ચારધામ યાત્રા માટે નોંધણી કરાવી શકો છો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સાઉથ સુપરસ્ટારની ફિલ્મની રિલીઝ પર ફરી એક વાર હોબાળો, ફેંસ એ સિનેમા હોલમાં જ ફોડ્યા ફટાકડા, ખૂબ થયો હંગામો

ગુજરાતી જોક્સ - Valentine Jokes

Gujarati Jokes - મજેદાર જોક્સ

ગુજરાતી જોક્સ - 12 કલાકના મહેમાન છો

ગુજરાતી જોક્સ - શુભ રાત્રી હની....

વધુ જુઓ..

નવીનતમ

સવાર સવારે તુલસીના 4 પાન ખાશો તો આ બિમારી થશે દૂર

Rose Day 2025 special dishes: બીટરૂટ પેનકેક

Happy Wedding Quotes & Wishes In Gujarati: લગ્નની વર્ષગાંઠ પર તમારા મિત્રોને મોકલો આ દુઆઓ

Happy Rose Day Wishes - રોઝ ડે પર ગુલાબ સાથે આ સુંદર મેસેજ લખીને કહો હેપી રોઝ ડે

Kids Story- લાલ પરી

આગળનો લેખ
Show comments