મહારાષ્ટ્રનું પૂણે વરસાદના કહેરનો સામનો કરી રહ્યું છે (Pune Rain News) શહેરમાં બે દિવસથી ભારે વરસાદ ચાલુ હોવાનું જાણવા મળે છે. આ સમય દરમિયાન લોકો પાણી ભરાવા, ભૂસ્ખલન અને પૂર જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે.
સ્થિતિ એ સ્તરે પહોંચી ગઈ છે કે પ્રશાસને લોકોને ખૂબ જ જરૂરી કામ હોય ત્યારે જ બહાર જવાની સલાહ આપી છે. કલેક્ટરે પુણે શહેર, પિંપરી ચિંચવાડ અને જિલ્લાના પશ્ચિમ ભાગોમાં ગુરુવારે શાળાઓમાં રજા જાહેર કરી છે.
<
#WATCH | Rain batters Mumbai, severe waterlogging in various parts of the city
જિલ્લા પ્રશાસને જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં લોનાવલામાં 299 મીમી, લવાસામાં 417 મીમી અને જુન્નરમાં 214 મીમી વરસાદ નોંધાયો છે. શિવાજીનગરમાં 101 મીમી, ચિંચવાડ શહેરમાં 156 મીમી વરસાદ નોંધાયો છે. અહીં ભારે વરસાદને કારણે ડેમની જળસપાટીમાં વધારો થતાં સિંચાઈ વિભાગ દ્વારા ખડકવાસલા ડેમમાંથી 35 હજાર ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું છે.