Webdunia - Bharat's app for daily news and videos

Install App

PM Modi-Spain PM Pedro in Vadodara Live : રોડ-શો જોવા સવારથી લોકોની ભીડ, સમગ્ર રૂટ પર પોલીસનો બંદોબસ્ત

Webdunia
સોમવાર, 28 ઑક્ટોબર 2024 (09:11 IST)
modi vadodara
 
Tata-Airbus Project: વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝ સોમવારે વડોદરામાં ટાટા-એરબસ પ્રોજેક્ટ હેઠળ C 295 એરક્રાફ્ટની ઉત્પાદન સુવિધાનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદીએ બે વર્ષ પહેલા આ સુવિધા સંકુલનો શિલાન્યાસ કર્યો હતો.  વડાપ્રધાનની સાથે સ્પેનનાં વડાપ્રધાન પણ હાજર રહેશે. ભારતીય વાયુસેનાને 56 c-295 વિમાનો મળશે. જેમાંથી 40 વિમાન ભારતમાં ઉત્પાદન કરવામાં આવશે. જ્યારે 16 વિમાન સ્પેનથી મંગાવવામાં આવશે. ટાટા થકી આ વિશેષ વિમાન મેન્યુફેક્ચર કરવામાં આવનાર છે. તેમજ સમગ્ર દેશમાં ખાનગી સેક્ટર થકી આટલું મોટું મેન્યુફેક્ટર થાય તેવી પ્રથમ ઘટના છે.

<

તા.28/10/24 ના રોજ વડોદરા શહેર ખાતે મહાનુભાવો પધારવાના હોય જેથી એરપોર્ટ પર આવનાર નાગરિકોને ટ્રાફિક ડાયવઝૅન કે અન્ય અડચણનો સામનો ન કરવો પડે,તે માટે નાગરિકો તેમની અનુકૂળતા મુજબ ૩ કલાક વહેલા પહોંચે તેવી અપીલ કરવામાં આવે છે. @dgpgujarat @GujaratPolice pic.twitter.com/0PRmDBEOeV

— Vadodara City Police (@Vadcitypolice) October 27, 2024 >
 
- ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટ ફાઈનલ એસેમ્બલી લાઈનના ઉદ્દઘાટન પહેલાં તેઓ એરપોર્ટથી એરક્રાફ્ટ કોમ્પ્લેક્સ સુધી રોડ શો કરશે. દરમિયાન બે દેશોના વડાપ્રધાન શહેરમાં છે ત્યારે પોલીસ કમિશનર દ્વારા 33 રૂટ પર પ્રવેશબંધી અને તેના વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યા છે.
 
-  વડોદરાના સાત કલાકારોના એક વૃંદે કર્ણાટકનું છાવ નૃત્ય રજૂ કર્યું હતું. દક્ષિણ ભારતના આ નૃત્ય અને તેની સાથે સંગીતે ઉપસ્થિતોમાં આકર્ષણ જમાવ્યું હતું.

- વડોદરામાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ સ્પેનનાં પ્રધાનમંત્રી પેડ્રો સાંચેજનાં આગમનને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. તેમજ પોલીસ કમિશ્નર દ્વારા સમગ્ર સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. આજે બંને નેતાઓ વડોદરાની મુલાકાતે આવશે

<

ટ્રાફિક ડાઈવર્ઝન અને નો પાર્કિંગ અંગે જાહેરનામું@dgpgujarat @gujaratpolice#vadodaracitypolice #vadodarapolice #trafficsafety #trafficdiversion pic.twitter.com/XnEhQ0y5oH

— Vadodara City Police (@Vadcitypolice) October 26, 2024 >




એરપોર્ટ સર્કલથી ટાટા એર ક્રાફ્ટ પ્રોજેક્ટ સુધી રોડ-શો યોજાશે. નરેન્દ્ર મોદી અને પેડ્રો સાંચેઝ એરપોર્ટ સર્કલથી રોડ-શો માં જોડાશે. ત્રણ કિલોમીટરનાં રોડ-શો માં ઠેર-ઠેર સ્ટેજ બનાવવામાં આવ્યા છે. તેમજ વિવિધ રાજ્યોની કળાને 200 જેટલા યુવાનો પરફોર્મ કરશે. તેમજ રૂટ પર બેરિંકેટિંગ પણ કરવામાં આવ્યું છે. શહેરનાં વિવિધ વિસ્તારમાંથી લોકો અભિવાદન કરશે.

<

Vadodara decked up with beautiful lights to welcome PM Modi, his Spanish counterpart tomorrow

Read @ANI Story | https://t.co/IaxqmoTZxd#PMModi #Spain #Vadodara pic.twitter.com/p0BASmq1G3

— ANI Digital (@ani_digital) October 27, 2024 >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ – પશ્ચિમ બંગાળમાં સત્તા મેળવવાનું લક્ષ્ય

દિવાળી પહેલા હૈદરાબાદમાં મોટી દુર્ઘટના! ફટાકડાની દુકાન, રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લગભગ 8 કાર બળીને ખાખ થઈ ગઈ

Diwali 2024: વાઘ બારસ શા માટે ઉજવાય, વાછરડા પૂજાનુ મુહુર્ત

આજે પીએમ મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ વડોદરામાં એરક્રાફ્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે

Winter Update- 15 નવેમ્બર પછી ઠંડીમાં વધુ વધારો થવાની સંભાવના

આગળનો લેખ
Show comments