Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારતીય પર્યટને આગળ વધારો... અમેરિકામાં OFBJP ના સભ્યોને પીએમ મોદીની અપીલ

OFBJP
, બુધવાર, 25 સપ્ટેમ્બર 2024 (15:02 IST)
OFBJP
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે અમેરિકાના ત્રણ દિવસીય પ્રવાસ પછી ભારત પરત ફર્યા. આ ત્રણ દિવસોમાં તેમણે રાષ્ટ્રપતિ જો બાઈડેનથી લઈને અનેક વર્લ્ડ લીડર્સ સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેઓ સોમવારે ન્યૂયોર્કમાં OFBJPના અધ્યક્ષ અદાપા પ્રસાદને પણ મળ્યા. તેમણે વાતચીત દરમિયાન ઓવરસીઝ ફ્રેંડ્સ ઓફ બીજેપી સભ્યોને ભારતીય પર્યટનને પ્રોત્સાહિત કરવામાં મદદ માટે અપીલ કરી. 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21 સપ્ટેમ્બરના રોજ અમેરિકાના ત્રણ દિવસીય પ્રવાસ પર ગયા હતા. તે ક્વાડ સમિટમાં સામેલ થવા માટે અમેરિકા પહોચ્યા હતા. પોતાના આ પ્રવાસ પર તેમણે ઓવરસીજ ફ્રેંડ્સ ઓફ બીજેપીના સભ્યો સાથે અમેરિકામાં ભારતના પર્યટનને પ્રોત્સાહન આપવામાં મદદ કરવાની અપીલ કરી. જેથી ઈંડિયાને પ્રમોટ કરવા અને અમેરિકીઓને ભારતને એક્સપ્લોર ક રવા માટે પ્રોત્સાહિત કરે શકા  એક અધિકારીએ જણાવ્યું કે PM મોદીએ સોમવારે તેમની ત્રણ દિવસીય અમેરિકા મુલાકાત દરમિયાન ન્યૂયોર્કમાં ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઑફ બીજેપી (OFBJP)ના પ્રતિનિધિમંડળ સાથેની બેઠકમાં પણ આ વાત પર ભાર મૂક્યો હતો.
 
ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઑફ બીજેપી સોમવારે ન્યૂયોર્કમાં પીએમ મોદીને મળ્યા હતા. OFBJP પ્રમુખ અદાપા પ્રસાદે મંગળવારે બેઠકના એક દિવસ બાદ કહ્યું કે, ભારતીય ડાયસ્પોરા ભારતના રાજદૂત છે. તેમણે OFBJP સભ્યોને વિનંતી કરી કે તેઓ તેમના અમેરિકન મિત્રોને ભારતમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા અમેરિકનો સાથે કામ કરવા વિનંતી કરે.
 
પર્યાવરણને પ્રોત્સાહિત કરવા માટે રણનીતિ  
મીટિંગ પછી અદાપા પ્રસાદે કહ્યુ કે OFBJPસંદેશ આપવા અને પર્યટનને પ્રોસ્તાહિત કરવા માટે રણનીતિ  તૈયાર કરવા માટે પોતાના રાષ્ટ્રવ્યાપી સભ્યોની સાથે એક વર્ચુઅલ મીટિંગ પ્લાન બનાવી રહ્યો છે.  તેમણે કહ્યું કે આનાથી બંને દેશો વચ્ચે સારા લોકોથી લોકોના સંબંધો સ્થાપિત કરવામાં મદદ મળશે. પ્રસાદે કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો લોકો વચ્ચેના સંબંધો પર બનેલા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જેમ જેમ વધુ અમેરિકનો ભારતની અનોખી સંસ્કૃતિ અને તેની અવિશ્વસનીય વૃદ્ધિની શોધ અને અનુભવ કરવા ભારતની મુલાકાત લે છે, તે વિશ્વના બે સૌથી મોટા લોકશાહી દેશો વચ્ચેની ભાગીદારીને વધુ મજબૂત કરશે.

 
વિજય ચોથાઈવાલેએ શુ કહ્યુ ?
બીજેપી વિદેશ બાબતોના વિભાગના વડા વિજય ચૌથાઈવાલેએ પણ ટ્વિટર પર OFBJP સ્વયંસેવકો સાથે PM મોદીની વાતચીતની તસવીરો શેર કરી અને લખ્યું, 'ન્યૂયોર્કમાં વ્યસ્ત કાર્યક્રમ હોવા છતાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે મુખ્ય સ્વયંસેવકો સાથે વાતચીત કરવા માટે સમય કાઢીને OFBJP અમેરિકાને મળ્યા . તેમની પ્રેરણાદાયી, સશક્તિકરણ અને છતાં અનૌપચારિક વાતચીતમાં, તેમણે અમને ભારતમાં થઈ રહેલા મોટા પરિવર્તન વિશેની વાત કેવી રીતે ફેલાવવી તે અંગે માર્ગદર્શન આપ્યું.’

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

CM ભૂપેન્દ્ર પટેલનો વધુ એક મોટો નિર્ણય; હવે આ 4 જિલ્લાના ખેડૂતોને 2 કલાક વધુ વીજળીની સુવિધા મળશે