Webdunia - Bharat's app for daily news and videos

Install App

પીએમ મોદી આજે પ્રયાગરાજની મુલાકાતે, 6 લાખ મહિલાઓને ટ્રાન્સફર કરશે 1000 કરોડ રૂપિયા

Webdunia
મંગળવાર, 21 ડિસેમ્બર 2021 (09:37 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21મી ડિસેમ્બર 2021ના રોજ એટલે આજે પ્રયાગરાજની મુલાકાત લેશે અને બપોરે 1 વાગ્યે લગભગ 2 લાખથી વધુ મહિલાઓ હાજરી ધરાવતા એક કાર્યક્રમમાં ભાગ લેશે.
 
આ કાર્યક્રમ, મહિલાઓને, ખાસ કરીને પાયાના સ્તરે, તેમને જરૂરી કૌશલ્યો, પ્રોત્સાહનો અને સંસાધનો આપીને સશક્ત બનાવવાના પ્રધાનમંત્રીના વિઝન મુજબ યોજવામાં આવી રહ્યો છે. મહિલાઓને ટેકો આપવાના આ પ્રયાસમાં પ્રધાનમંત્રી સ્વસહાય જૂથો (SHGs) ના બેંક ખાતામાં 1000 કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરશે.
 
SHGની લગભગ 16 લાખ મહિલા સભ્યોને લાભ થશે. આ સ્થાનાંતરણ દીનદયાળ અંત્યોદય યોજના - રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) હેઠળ કરવામાં આવી રહ્યું છે, જેમાં 80,000 SHGs કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ (CIF) 1.10 લાખ પ્રતિ SHG મેળવશે અને 60,000 SHG રિવોલ્વિંગ ફંડ પેટે 15000 પ્રતિ SHG મેળવશે.
 
આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ-સખીઓ (બી.સી.-સખીઓ)ને પ્રોત્સાહિત કરતા પણ જોવા મળશે, જેમાં 20,000 B.C.-સખીઓના ખાતામાં પ્રથમ મહિનાના સ્ટાઈપેન્ડ તરીકે 4000 રૂપિયા ટ્રાન્સફર કરાશે. જ્યારે B.C.-સખીઓ પાયાના સ્તરે ઘરઆંગણે નાણાકીય સેવાઓ પૂરી પાડનાર તરીકે તેમનું કાર્ય શરૂ કરે છે, ત્યારે તેમને 4000 રૂપિયાનું સ્ટાઈપેન્ડ છ મહિના માટે ચૂકવવામાં આવે છે, જેથી તેઓ તેમના કામમાં સ્થિર થાય અને પછી વ્યવહારો પર કમિશન દ્વારા કમાણી કરવાનું શરૂ કરે.
 
આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી મુખ્યમંત્રી કન્યા સુમંગલા યોજના હેઠળ 1 લાખથી વધુ લાભાર્થીઓને કુલ 20 કરોડથી વધુની રકમ પણ ટ્રાન્સફર કરશે. આ યોજના બાળકીને તેના જીવનના વિવિધ તબક્કે શરતી રોકડ ટ્રાન્સફર પ્રદાન કરે છે. કુલ ટ્રાન્સફર પ્રતિ લાભાર્થી 15000 રુપિયા હશે. આ તબક્કાઓમાં જન્મ સમયે (રૂ. 2000), એક વર્ષ પૂર્ણ રસીકરણ થયે (રૂ. 1000), વર્ગ-1માં પ્રવેશ પર (રૂ. 2000), વર્ગ-6માં પ્રવેશ (રૂ. 2000), ધોરણ-IX પ્રવેશ પર (રૂ. 3000), ધોરણ X અથવા XII પાસ કર્યા પછી કોઈપણ ડિગ્રી/ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ પર (રૂ. 5000).
 
પ્રધાનમંત્રી 202 પૂરક પોષણ ઉત્પાદન એકમોનો શિલાન્યાસ કરશે. આ એકમો સ્વસહાય જૂથો દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે અને આશરે એક યુનિટ માટે 1 કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવશે. આ એકમો રાજ્યના 600 બ્લોકમાં સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) હેઠળ પૂરક પોષણ પૂરું પાડશે.

સંબંધિત સમાચાર

Summer Beauty tips- ઉનાડામાં આ રીતે રાખો સ્કીનને હેલ્દી

પરાઠા બનાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, દિવસ બની જશે ખાસ

બાળક માટે ઘરે જ બનાવો Cerelac જાણો રેસીપી

Zero Shadow Day- આજે ઝીરો શેડો ડે છે... બપોરે આ સમયે કોઈનો પડછાયો નહીં પડે! જાણો કેમ આવું થતું હશે?

Mirror Cleaning tips- અરીસાની સફાઈ માટે અજમાવો આ સરળ ટીપ્સ

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

ગોવિંદાની ભાણેજ આરતી સિંહની સંગીત સેરેમની Photos - ડાંસ કરતી જોવા મળી અભિનેત્રી, અંકિતા લોખંડે અને રશ્મિ દેસાઈ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

આગળનો લેખ
Show comments