Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભાવનગરમાં સાત લોકોએ અંગત અદાવતમાં 6 વર્ષના પુત્રની નજર સામે માતાને કેરોસીન છાંટી જીવતી સળગાવી

ભાવનગરમાં સાત લોકોએ અંગત અદાવતમાં 6 વર્ષના પુત્રની નજર સામે માતાને કેરોસીન છાંટી જીવતી સળગાવી
, મંગળવાર, 21 ડિસેમ્બર 2021 (09:35 IST)
પાલિતાણાના શક્તિનગર વિસ્તારમાં માથાભારે પાડોશીઓ દ્વારા 6 વર્ષના દિકરાની નજર સામે જ તેની માતાને જીવતી સળગાવી દેવામાં આવી છે. કુતરાનું નામ રાખવા જેવી સામાન્ય બાબતે 7 થી 8 લોકોએ મહિલાના ઘરમાં ઘુસી જીવતા ભારે ચકચાક મચી હતી.તિર્થનગરી પાલિતાણામાં કાયદાના ડર વિના બેફામ બનેલા માથાભારે શખ્સોએ ન જેવી બાબતમાં 6 વર્ષના દિકરાની નજર સામે તેની માતાને જીવતી સળગાવી દેતા ભારે ચકચાર મચી છે. પાલિતાણાના શક્તિનગર વિસ્તારમાં રહેતા નીતાબેન જેન્તિભાઈ સરવૈયા (ઉ.વ.35)ને આજે તેમના પાડોશમાં રહેતા ઘેલા આલગોતર, સુરા આલગોતર, રાજુ ગલાણી સહિત 7 થી 8 લોકોએ બપોરે 1 વાગ્યાના અરસામાં તેમના ઘરે ઘુસી ઘરમાં રાખેલું કેરોસીન છાંટી સળગાવી દેવામાં આવ્યા હતા.બનાવ સમયે ઘરમાં તેમના 6 વર્ષનો દિકરો નંદરાજ ઘરે હતો જેની સામે જ તેની માતાને જીવતી સળગાવી દેવામાં આવી હતી. ગંભીર રીતે દાઝેલા નીતાબેનને પ્રથમ માનસિંહજી હોસ્પિટલ પાલિતાણા બાદ ભાવનગર સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આગની જ્વાળાઓ તેમના શરીરના ગળા સુધીના ભાગને ચપેટમાં લઈ લીધું છે. સારવાર કરી રહેલા ડોક્ટર્સ પ્રમાણે તેમનું શરીર 80% દાઝી જતાં સ્થિતિ ગંભીર છે.બનાવની જાણ થતાં સફાળી જાગેલી પાલિતાણા પોલીસે તપાસ હાથ ધરી હતી અને ભોગ બનનારા નીતાબેન પાલિતાણા ટાઉન પોલીસમાં ફરિયાદી બની તેમના પાડોશમાં જ રહેતા પાંચ લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. નીતાબહેનને સંતાનામાં બે દિકરા સની તથા નંદરાજ તથા એક દિકરી રૂતિકા હતી. બનાવ સમયે સૌથી નાનો દિકરો નંદરાજ સ્કુલેથી ઘરે જમવા આવ્યો હતો અને બાકીના સભ્યો બહાર હતા.5 મહિના બંન્ને પાડોશીઓની મહિલાઓ વચ્ચે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો જેનું સમાધાન પણ થઈ ગયું હતું. પરંતુ નીતાબેનના પરિવારે જર્મન શેફર્ડ બ્રિડનું એક કુતરું લાવ્યા હતા જેનું નામ તેમણે સોનું રાખ્યું હતું અને હુમલો કરનારા લોકોમાંથી સુરાભાઈની પત્નિનું નામ સોનું હતું તેથી આ લોકોએ સોનું નામ રાખ્યું હોવાથી આ હુમલો કર્યો હોવાનું મહિલા પરિવારજનોએ જણાવ્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પત્નીના અન્ય સાથે અનૈતિક સંબંધ હોય તો પણ તે ભરણપોષણ મેળવવા માટે હકદાર છેઃ હાઈકોર્ટનો ચુકાદો