Biodata Maker

પાટીદાર આંદોલન સમિતિની નવી સમિતિ રચાશે, હાર્દિક પટેલની મુશ્કેલી વધી શકે છે

Webdunia
શુક્રવાર, 22 ડિસેમ્બર 2017 (15:52 IST)
ગુજરાત વિધાનસભા ચૂંટણીના સમય દરમિયાન પાસના નેતા હાર્દિક પટેલની ભૂમિકા મહત્વની સાબિત થઈ છે. ચૂંટણી પહેલા હાર્દિક પટેલના ખાસ દિનેશ બાંભણિયાએ પણ ચૂંટણી પૂર્ણના થાય ત્યાં સુધી આંદોલનમાં નિષ્ક્રિય થવાની જાહેરાત કરતાં પાસ સમિતિ વેર વિખેર થઈ ગઈ હતી. જે હવે 25 ડિસેમ્બરની આસપાસ પાસ સમિતિની બેઠક મળશે. આ બેઠકમાં હાર્દિક પટેલ સહિત પાસના તમામ કન્વીનરો હાજર રહેશે. જોકે મળનારી આ બેઠક હાર્દિક પટેલ માટે કપરી સાબિત થાય તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. જેમાં તમામ પાસના કન્વીનરો હાર્દિકને રાજકીય સવાલો, અનામત આંદોલન તથા કોંગ્રેસને ટેકો આપવા અંગેના અનેક સવાલો કરશે. પાસની મળનારી બેઠક અંગે દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે, નજીકના દિવસોમાં પાસ સમિતિની બેઠક મળશે. બેઠકમાં હાર્દિક પટેલ સાથે નવો પ્લાન ઘડવામાં આવશે. હાર્દિક પટેલે કોંગ્રેસને કરેલા રાજકીય સપોર્ટ અંગે પણ સમિતીમાં પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવશે. જ્યારે પાટીદાર આંદોલનને કઈ રીતે આગળ વધારવાની રણનીતિ નક્કી કરવામાં આવશે. સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, સુરત પાસ સમિતિના પૂર્વ કન્વીનર ભાજપમાં જોડાયા બાદ ફરીથી પાસ માટે અંદર ખાને કામ કરી રહ્યા છે. જ્યારે નજીકના સમયમાં મળનારી બેઠકમાં નિખીલ સવાણીને ફરીથી પાસમાં જગ્યા આપવાનું વિચારણા કરવામાં આવી રહી છે. પરંતુ જો સુરત પાસ સમિતિનો નિર્ણય આખરી નિર્ણય રહેશે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કોણે ના પીવી જોઈએ છાશ, ફાયદાને બદલે થશે નુકશાન, પરેજ કરવામાં છે સમજદારી

સૂતા પહેલા ચહેરા પર શું લગાવવું જોઈએ? અહીં જાણો શું તમારા રંગને નિખારશે.

Hanuman prasad recipe - હનુમાન જયંતી પર ભગવાન હનુમાનને લગાવો આ પ્રિય ભોગ

તમારા બાળકની ઊંચાઈ વધારવા માટે, દૂધ સાથે આ ત્રણ વસ્તુઓ આપો અસર 2 મહિનામાં દેખાશે

હાઈ યુરિક એસિડમાં ક્યા દુઃખાવો થાય છે ? જાણો કેવી રીતે કરશો કંટ્રોલ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ -એક દારૂડિયા- શહેરની સૌથી સુંદર સ્ત્રી

'ભૂત બંગલા' એ અક્ષય કુમાર અભિનીત બીજી મોટી ફિલ્મ, જે ધુરંધર 2 કરતા નાની અને તેને જોવામાં લાગશે આટલા કલાક

ગુજરાતી જોક્સ - મજેદાર જોકસ

ગુજરાતી જોક્સ - મેકઅપ

સોનમ કપૂરે પુત્રને આપ્યો જન્મ, બીજીવાર બની મા.. સોનમ આ પહેલા વાયુની મા બની હતી

આગળનો લેખ
Show comments